મેરાન્યૂઝ નેટવર્ક.ભાવનગરઃ માણસની નરાધમતાની હદ થાય તેવી ઘટનાઓ સામે આવી રહી છે. ઘટના હૈદરાબાદની હોય કે ઉત્તરપ્રદેશના ઉન્નાવની હોય પરંતુ તેના કરતાં પણ શર્મસાર ઘટનાઓ સ્ત્રીઓ માટે સલામત કહેવાતા ગુજરાતમાં ઘટી રહી છે. પાલીતાણાના એક ગામમાં 12 વર્ષની દીકરી પર બળાત્કાર ગુજરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. પોલીસે આ બાળકીને સારવાર અર્થે ભાવનગરની સરકારી હોસ્પિટલમાં દાખલ કરી છે.

આપણે એક તરફ મહિલાઓ માટે ગુજરાત સલામત હોવાના દાવાઓ કરીએ છીએ, બીજી તરફ જે ઘટનાઓ પોલીસ ચોપડે નોંધાઈ રહી છે. તેનાથી આપણું માથું શર્મથી ઝૂકી જાય તેવું છે. ઘટના વડોદરાના નવલખી મેદાનમાં સગીરા પર સામુહીક બળાત્કાર થાય છે તેવી જ રીતે રાજકોટમાં પણ થાય છે પરંતુ સૌથી શરમજનક ઘટના પાલીતાણાના એક ગામે 12 વર્ષની બાળકી પર તેને ઘેનની દવા ખવડાવી તેના પર બળાત્કાર ગુજારવામાં આવ્યો છે.  આ પ્રકારની ઘટના માત્ર સરકાર માટે જ નહીં આપણા જેવા સભ્ય સમાજ માટે પણ શરમજનક છે.

ભાવનગરની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયેલી દીકરીએ દુષ્કર્મ કરનાર આરોપીના નામનો ઉલ્લેખ પણ પોલીસ સામે કર્યો છે. ભાવનગર પોલીસ આ મામલે તપાસ ચલાવી રહી છે.