નવી દિલ્હીઃ બુધવારે સંસદના ચોમાસું સત્રનો આરંભ થાય તેના થોડા દિવસો પહેલા જ રાહુલ ગાંધીએ તેમના એક નિવેદન બદલ આકરા પ્રહારોનો સામનો કરવો પડી રહ્યો છે. 11મી જુલાઈએ મુસ્લિમ બૌદ્ધિકો અને એક્ટિવિસ્ટો સાથે યોજાયેલી બેઠકમાં તેમણે આ નિવેદન કર્યું હોવાનું માનવામાં આવે છે. 2019ની લોકસભાની ચૂંટણી પૂર્વે વધુમાં વધુ લોકોના સંપર્કમાં આવવા માટેના કોંગ્રેસ પાર્ટીના કાર્યક્રમના ભાગરૂપે આ બેઠક યોજવામાં આવી હતી. હા, આ મિટિંગમાં રાહુલ ગાંધીએ એમ કહ્યું હોવાનું માનવામાં આવે છે કે, કોંગ્રેસ એ મુસ્લિમોનો પક્ષ છે. ઉર્દુ અખબાર ઇન્ક્લાબમાં આ અહેવાલ છપાયા પણ છે.

ઓલ્ટન્યૂઝમાં જણાવ્યા મુજબ ઉર્દુ અખબારમાં છપાયેલા અહેવાલમાં રાહુ ગાંધીએ એમ કહ્યું હોવાનું જણાવવામાં આવ્યું હતું કે, જો ભાજપ કહેતો હોય કે કોંગ્રેસ એ મુસ્લિમોનો પક્ષ છે, તો ભલે, સારુ છે. કોંગ્રેસ એ મુસ્લિમોનો પક્ષ છે, કારણ કે મુસ્લિમો નબળા છે અને કોંગ્રેસ હંમેશા નબળાઓને જ સાથ આપે છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી સહિતના ભાજપના ઘણાં રાજકારણીઓએ તેમના દાવાઓનું પુનરાવર્તન કરવા માટે ઇન્કિલાબના અહેવાલનો ઉપયોગ કર્યો છે અને એવો દાવો કર્યો છે કે કોંગ્રેસ એ હિન્દુ વિરોધી પક્ષ છે. તેનો ઉદ્દેશ લઘુમતીઓને રીઝવવાનો છે.

કોંગ્રેસ અંગેની આ કહેવાતી નોંધ અંગે પ્રતિભાવ આપનારા ભાજપના નેતા અનિલ બાલાણી હતા. અનિલ બાલાણીએ બારમી જુલાઈએ ઇન્ક્લાબના રિપોર્ટની નકલ દર્શાવ્યા બાદ જણાવ્યું હતું કે રાહુલ ગાંધી એક જનોઈ ધારી બ્રાહ્મણ છે. તેમણે એવો દાવો કર્યો છે કે કોંગ્રેસ એક મુસ્લિમ પક્ષ છે.

ટ્વિટર પર મૂકવામાં આવેલી અહેવાલની ઇમેજ જુઓ. બારમી જુલાઈએ સાંજે 7.51 આ પ્રતિભાવ આપવામાં આવ્યો હતો.

13 જુલાઈએ શિક્ષણ મંત્રી નિર્મલા સીતારામને એવો દાવો કર્યો હતો કે કોંગ્રેસ આગામી લોકસભાની ચૂંટણી ધાર્મિક વિચારધારા પર લડવા માગે છે. તમે એક તરફ જનોઈ પહેરો છો અને બીજી તરફ મુસ્લિમ ધારી હોવાનું જણાવો છો. તમે એવું કહી-કરી શકો નહીં. એનડીટીવીએ તેમને આ મુજબ કહેતા ટાંક્યા હતા. આ લોકોના વિશ્વાસ સાથે રમત કરવા જેવી વાત થઈ.

નિર્મલા સીતારામને એવો દાવો કર્યો હતો કે જો લોકસભાની આગામી ચૂંટણી પૂર્વે કોઈ ધાર્મિક અશાંતિ ઊભી થાય તો તેને માટે કોંગ્રેસ જ જવાબદાર હશે.

મોદીના પ્રહારો

ત્યારબાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 14મી જુલાઈએ ઉત્તર પ્રદેશમાં આઝમગઢ ખાતે પૂર્વાંચલ એક્સપ્રેસ માર્ગ માટે શિલારોપણ વિધિ કરતી વેળાએ ટ્રીપલ તલાકના ખરડાને મુદ્દે કોંગ્રેસ અપનાવેલા અભિગમની ટીકા કરી હતી. આ મુદ્દે રાહુલ ગાંધીના કહેવાતા નિવેદન અંગે ઇન્ડિયન એક્સપ્રેસમાં છપાયેલા અહેવાલના સંદર્ભમાં તેમના પર પ્રહારો કર્યા હતા.

તેમણે કહ્યું હતું કે મેં અખબારોમાં વાંચ્યું છે કે કોંગ્રેસના નામદાર (વંશજ)એ કહ્યું છે કે, કોંગ્રેસ એ મુસ્લિમોનો પક્ષ છે. આ અંગેની ચર્ચા છેલ્લા બે દિવસથી ચાલી રહી છે. મને તેમના નિવેદનથી કોઈ જ આશ્ચર્ય થયું નથી. કારણ કે મનમોહન સિંહના શાસનકાળમાં જ મનમોહન સિંહે પોતે પણ એમ કહ્યું હતું કે દેશના સ્રોતો પર સૌથી પહેલો અધિકાર મુસ્લિમોનો છે.

મનમોહન સિંહે 2006ની સાલમાં કરેલા નિવેદનનું તેમના દ્વારા કરવામાં આવેલા ખોટા અર્થઘટનમાંથી જ મનમોહન સિંહનો ઉલ્લેખ થયો હતો. મનમોહન સિંહે તે વખતે કહ્યું હતું કે સરકારી યોજનાઓ એ રીતે તૈયાર કરવી જોઈએ કે જેથી બહુ જ નાના જૂથોને તેનો લાભ મળે.

ગત સપ્તાહના અંતમાં કોંગ્રેસ ભાજપના રાહુલ ગાંધીના ઉર્દુ અખબારમાં છપાયેલા નિવેદન અંગેના દાવાઓને રદિયો આપ્યો હતો. ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટિના પ્રવક્તા રણદીપ સુરજેવાલાઓ કહ્યું હતું કે કોંગ્રેસ ભારતીયોની જ છે અને ભાજપ સરકાર જુઠ્ઠાણાનો પ્રચાર કરવાના માર્ગે વળી ગઈ છે. ધ હિન્દુ અખબારના અહેવાલમાં તેમને આમ કહેતા ટાંકવામાં આવ્યા હતા.

પ્રિયંકા ચતુર્વેદીએ તે અંગે Priyanka Chaturvedi @priyankac19 પર પ્રતિભાવ આપ્યો હતો.

આ એક ધરાર જુઠ્ઠાણું છે અને ન્યૂઝપેપરે તેને શરમજનક વળાંક આપ્યો છે. ભાજપે તેનો ઉપયોગ તેના પોતાના એજન્ડાને આગળ ધપાવવા માટે કરી રહ્યો છે. રાષ્ટ્રને ગેરમાર્ગે દોરવાની તેમની આત્યંતિક પ્રયુક્તિઓને ખુલ્લી પાડી દો. તેમ છતાંય ભારતની સ્થાપનાના બુનિયાદી સિદ્ધાંતો માટે અમને લડતા કોઈ જ અટકાવી શકશે નહીં. આ લોકતાંત્રિક મૂલ્યો છે.

Shahid Siddiqui @shahid_siddiquiએ ઉર્દુ દૈનિક ઇન્ક્લાબે રાહુલ ગાંધીને એમ કહેતા ટાંક્યા છે કે હા, કોંગ્રેસ એ મુસ્લિમોનો પક્ષ છે. શું તેમણે કરેલું નિવેદન સાચું છે અથવા તો પક્ષ તેનો વિરોધ કરે છે? મુસ્લિમોને મુસ્લિમોને પક્ષ જોઈતો જ નથી. તેમને તો રાષ્ટ્રીય સ્તરનો બિનસામ્પ્રદાયિક પક્ષ ખપે છે, જે નાગરિકો વચ્ચે ભેદભાવ જ ન રાખે.

2.12 કરોડથી વધુ લોકોએ આ અંગે ચર્ચા કરી હતી.

વાસ્તવમાં શું નિવેદન કરવામાં આવ્યું હતું.

રાહુલ ગાંધીની બેઠકમાં હાજરી આપનારા અનેક લોકોએ તેઓ વાસ્તવમાં શું બોલ્યા હતા તે અંગે સ્પષ્ટતા કરી હતી.

આ મિટિંગમાં હાજરી આપીને તેના અંગેનો અહેવાલ તૈયાર કરનાર પત્રકાર મુમતાઝ આલમ રિઝવીએ એબીપી ન્યૂઝને આપેલા ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે રાહુલ ગાંધીએ જુદા જુદા સવાલ ઊભા કર્યા હતા. તેમાં સચર કમિટી અંગેના સવાલોનો પણ સમાવેશ થાય છે. શિક્ષણવિદ ઇલિયાસ મલિકે ચર્ચાનો આરંભ કર્યો હતો અને કહ્યું હતું કે 1947માં ભારના ભાગલા પડ્યા ત્યારે મુસ્લિમોએ દેશ છોડવા માડ્યો હતો. તે વખતે જવાહરલાલ નેહરુ અને મહાત્મા ગાંધી અને મૌલાના આઝાદે તેમને રોક્યા હતા અને કહ્યું હતું કે ભારત એક બિનસામ્પ્રદાયિક દેશ હશે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે રાહુલ ગાંધીએ કહ્યું હતું કે મારી અને મારી માતાની પ્રતિબદ્ધતા મુસ્લિમોને ન્યાય અપાવવા માટે અને તેમના અધિકારો માટે લડત કરવા માટે છે. આમ કરવામાં અમે ક્યાંક કોઈ ભૂલ કરી હોય તો તેનો અમે સ્વીકાર કરીએ છીએ.

આ મિટિંગમાં સિવિલ સોસાયટીના ઘણાં સભ્યો અને કોંગ્રેસના નેતાઓએ હાજરી આપી હતી. ઇતિહાસવિદ એસ. ઇરફાન હબીબે ટ્વિટ કરતાં જણાવ્યું હતું કે ભાજપ દ્વારા ઊભો કરવામાં આવ્યો છે તેવો કોઈ જ ઇશ્યૂ આ બેઠક દરમિયાન આવ્યો નથી.

એસ. ઇરફાન હબીબ

S lrfan Habib ✔@irfhabib

હું જે મિટિંગમાં હાજર હતો તેમાં રાહુલ ગાંધીએ કોંગ્રેસને મુસ્લિમોના એક પક્ષ તરીકે ઓળખાવ્યો હોવાનો તેમના પર આક્ષેપ થય તે સાંભળીને આઘાત અને આશ્ચર્ય અનુભવ્યું છે. આ પ્રકારની વાત બદઇરાદા સાથે કરવામાં આવતી હોવાનું જણાય છે. આ પ્રકારનો કોઈ જ ઇશ્યૂ મિટિંગમાં આવ્યો નહોતો. 13મી જુલાઈ 2018, ની દિલ્હી, ભારત 1426 જણાએ તે અંગે ચર્ચા કરી હતી.

ફુઝેઈલ અહેમદ અય્યુબે પણ આ મિટિંગમાં હાજરી આપી હતી. તેઓ સુપ્રીમ કોર્ટના જજ છે. તેમણે ઓલ્ટ ન્યૂઝને જણાવ્યું હતું કે રાહુલ ગાંધીએ વાસ્તવમાં જે વાત કરી તેને મિસરિડિંગ કરવામાંથી આ કોમેન્ટ કદાચ ઉદભવી હશે. આ બાબતમાં હકીકત તો એ છે કે કોંગ્રેસ પાર્ટીની નીતિઓ અને યોજનાઓમાં મુસ્લિમો કેટલા મહત્વના છે તે અંગે તેમને સવાલ પૂછવામાં આવ્યો હતો. આ સવાલના જવાબમાં કોંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે મુસ્લિમો સમાજના અન્ય વર્ગો અને ધર્મના લોકોની માફક જ કોંગ્રેસ પક્ષ માટે મહત્વના છે અને કોંગ્રેસ પક્ષ મુસ્લિમોનો છે, જેવી રીતે તે દરેક ભારતીયો માટે છે તે જ રીતે મુસ્લિમો માટે પણ છે. તેમણે તેનાથી વધુ કે ઓછું કશું જ કહ્યું નથી.

જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીમાં સેન્ટર ફોર સ્ટડી ઓફ લો એન્ડ ગવર્નન્સના આસિસ્ટન્ટ પ્રોફેસર ઘાઝાલા જામિલે પણ રાહુલ ગાંધીના નામે જે નિવેદન ચઢાવવામાં આવ્યું છે તેને નકારી કાઢ્યું છે, એમ ઓલ્ટન્યૂઝમાં આપવામાં આવેલા અહેવાલમાં જણાવવામાં આવ્યું છે.

આ મિટિંગમાં રાહુલ ગાંધીએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે તેઓ મુસ્લિમોને એક સમાન નાગરિક તરીકે જોઈ રહ્યા છે. કોઈથી વધારે નહીં અને કોઈથી ઓછા પણ નહીં. ઘાઝાલા જામલે પ્રકાશકને કોંગ્રેસ પાર્ટી અંગે વાત કરતાં જણાવ્યું હતું કે અમે સ્વીકારીએ છીએ કે કોંગ્રેસ ઘણી ભૂલો કરી છે. તેમ છતાંય કોન્ગ્રસ પક્ષ એક એવો ગુંદર છે તે ભારતીય સમુદાયને અને વર્ગોને એક બીજા સાથે જોડીને રાખે છે. રાહુલ ગાંધીએ તે મિટિંગમાં હાજરી આપનારાઓને ખાતરી આપી હતી કે ભારતીય સમાજના દરેક વર્ગના લોકોની ચિંતાઓને આવરી લઈને તેમનો પક્ષ આ ભૂમિકા ભજવવાનું ચાલુ રાખવા માગે છે. આ મિટિંગમાં હાજરી આપનારાઓએ તેમની આ વાતની સરાહના કરી હતી અને બીજી બધી જ બાબતોથી ઉપર ઊઠીને ન્યાય અને સમાનતાના મૂલ્યોને મજબૂત રીતે પ્રોત્સાહન આપવાની તેમની ભાવનાની પ્રશંસા કરી હતી.

લેખક અને એક્ટિવિસ્ટ ફરાહ નકવીએ પણ આ મિટિંગમાં હાજરી આપી હતી. તેમણે રાહુલ ગાંધી પર કરવામાં આવેલા હુમલા અંગે ધ વાયર પર વધારાની ટીકાઓ કરી હતી. ભાજપની ચોક્કસ દલીલ શું છે? શું લઘુમતીઓના અધિકારી લોકતાંત્રિક ભારતમાં આજે સંપૂર્ણપણે છીનવાઈ ગયા છે?

ફરાહ નકવી લખે છે કે આપણે વાત તો બંધારણીય ખાતરીઓની કરીએ છીએ. આપણે મુસ્લિમોએ બિનસાંપ્રદાયિકતાને જે શ્રેણીબદ્ધ પ્રશ્નોનો સામનો કરવો પડી રહ્યો છે તેની વાતો કરીએ છીએ. આ પ્રશ્નોની ભારતની બીજા ઘણાં નાના નાના જૂથો સાથે ચર્ચા કરીએ છીએ. આ જૂથોમાં શૈક્ષણિક, રોજગારીની અપેક્ષા રાખતા, ગરીબીમાં રીબાતા જૂથોનો સમાવેશ થાય છે. તેવી જ રીતે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સની સિસ્ટમનો અત્યંત કંગાળ અમલ અને નોટબંધીની અનઓર્ગેનાઈઝ સેક્ટર પર પડેલી અસરોની વાત કરીએ છીએ. આ સંદર્ભમાં સરકાર પાસેથી કોઈ વચનો માગવામાં આવ્યા નથી અને સરકાર તરફથી કોઈ વચનો આપવામાં પણ આવ્યા નથી.

આ અહેવાલ સ્ક્રોલ ડોટ ઈનમાંથી સહાભાર લેવાયો છે જેના લેખક વિજયતા લાલવાણી છે (અંહી દર્શાવેલા મંતવ્યો લેખકના અંગત છે)