અમદાવાદ: ઇન્ડિયન રેડિયોલોજીકલ એન્ડ ઇમેજિંગ ઓસોસિએશન (આઇઆરઆઇએ) એ દેશભરના 17,000 કરતાં વધુ રેડિયોલોજીસ્ટની બનેલી અને ડાયગ્નોસ્ટિક રેડિયોલોજીકલ, ઇમેજિંગ મોડેલિટીઝ, ઇન્ટરવેન્શનલ રેડિયોલોજી અને અન્ય સંબંધિત સબસ્પેશિયાલિટીઝ/ સુપર સ્પેશિયાલિટીઝના અભ્યાસ, પ્રેક્ટિસને પ્રમોટ કરતી સંસ્થા છે. ડૉ. હેમંત પટેલ જેઓ અમદાવાદ, ગુજરાતના વતની છે તેઓ આઇઆરઆઇએના નેશનલ પ્રેસિડેન્ટ છે. તેઓ ઇન્ડિયન રેડિયોલોજીકલ એન્ડ ઇમેજિંગ ઓસોસિએશન (આઇઆરઆઇએ) તા. 23મીથી 26 મી જાન્યુઆરી 2020 દરમિયાન મહાત્મા મંદિર કન્વેશન સેન્ટર, ગાંધીનગર ખાતે યોજાનાર રેડિયોલોજીકલ ફોરમ અને આઇઆરઆઇએની 73મી વાર્ષિક કોન્ફરન્સનું યજમાન પદ સંભાળશે. ભારતના ખૂણેખૂણેથી અને વિશ્વના જાપાન, યુએસએ, યુ.કે., હોંગકોંગ, નેપાળ, બાંગ્લાદેશ, જર્મની, ઓમાન અને બીજા ઘણા દેશોમાંથી ચાર હજારથી વધુ પ્રતિનિધિઓ અને વિખ્યાત રેડિયોલોજીસ્ટ્સ આમાં ભાગ લેશે.

આ કોન્ફરન્સ વ્યાખ્યાનો, વિશદ ચર્ચાઓ, અતિથિવ્યાખ્યાનો, વર્કશોપ્સ, સિમ્પોસિયા અને અન્ય સાયન્ટિકક અને ટેકનિકલ ડેલિબરેશન્સનું આયોજન કરવામાં આવશે જેનાથી રેડિયોલોજીસ્ટ્સને રેડિયોલોજી અને ઇમેજિંગની સુવિધાઓના ક્ષેત્રની આધુનિકતમ ટેકનિકો જાણવાનો લાભ મળી રહેશે.

કોન્ફરન્સનો હેતુ દરિયાપાર જ્ઞાનનું આદાન-પ્રદાન, નવા આઇડિયાઝ, નવા સંશોધનોનું શેરિંગ અને રેડિયોલોજીના ક્ષેત્રના અપડેટ્સની આપલેનો છે.
કોન્ફરન્સના કાર્યક્રમની થોડીક ઝલક

  1. વિદ્વાન રેડિયોલોજીસ્ટ્સ દ્વારા એવોર્ડસ અને વક્તવ્યો
  2. ફીટલ ઇમેજિંગ, બેસ્ટ અને મસ્ક્યુલોસ્કેલેટલ ઇમેજિંગ પર લાઇવ અલ્ટ્રાસાઉન્ડ વર્કશોપ્સ
  3. આર્મ્ડ ફોર્સ રેડિયોલોજીસ્ટ ફોરમ, યુરોપિયન રેડિયોજી સોસાયટી જેવા વિદેશી રેડિયોલોજીકલ ઓસોશિએશન્સ દ્વારા સેશન્સ
  4. ઊગતા રેડિયોલોજીસ્ટ્સ માટે રેડિયોલોજીસ્ટ મેન્ટરશીપ પ્રોગ્રામ
  5. ગર્ભજાતિ પરીક્ષણ પર પ્રતિબંધ અંગેના PCPNDT કાયદા પર ચર્ચાઓ
  6. યુવા આવાઝ-ફ્રેટરનિટી ઉત્સાહી અને તેજસ્વી યુવા રેડિયોલોજીસ્ટ્સ દ્વારા વક્તવ્યો
  7. રેડિયોલોજી અને જીવન-આઇઆઇએમ ટીમ દ્વારા કઇ રીતે વેલ્ધી રેડિયોલોજીસ્ટ્સ બની શકાય તેની પર વાર્તાલાપ
  8. રેડિયોલોજી અને જીવન – આઇઆઇએમ ટીમ દ્વારા કઇ રીતે વેલ્ધી રેડિયોલોજિસ્ટ્સ બની શકાય તેની પર વાર્તાલાપ
  9. Doctor as Scientists – ડોક્ટર વૈજ્ઞાનિક તરીકે- વિષય પર અન્ય સ્પેશિયાલિટીના વિદ્રાન ડોક્ટરો દ્વારા વાર્તાલાપ
  10. રન ફોર રેડિયોલોજી

વિવિધ રેડિયોલોજીકલ ઓટોમેશન પ્રોવાઇડ કરનાર કંપનીઓ પણ એશિયન રેડિયોલોજી ફોરમ એન્ડ આઇઆરઆઇની 73મી વાર્ષિક કોન્ફરન્સમાં સક્રિય રીતે ભાગ લેશે.

આ કોન્ફરન્સ અને એશિયન રેડિયોલોજી ફોરમના યજમાનપદ ભૂષવવા રેડિયોલોજીના ક્ષેત્ર જ નહીં, બલકે માનવતામાં પણ નવી ઊંચાઇઓ સિદ્ધ કરીને આઇઆરઆઇએએ ડો. હેમંત પટેલના નેતૃત્વ હેઠળ છેલ્લા એક વર્ષમાં ભારતીય રેડિયોલોજીમાં ધરખમ ક્રાંતિ કરીને ચહેરો બદલી નાખ્યો છે.

ડો. હર્ષદ શાહ (આઇઆરઆઇએના ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ) અને ડો. દિનેશ પટેલ (સ્ટેટ પ્રેસિડેન્ટ – ગુજરાત પ્રેસિડેન્ટ આઇઆરઆઇએ) આ કોન્ફન્સના આયોજક ચેરમેન છે.

ડો. હેમંત પટેલ (આઇઆરઆઇએના નેશનલ પ્રેસિડેન્ટ) અને ડો. આશુતોષ દવે (આઇઆરઆઇએના વાઇસ પ્રેસિડેન્ટ) આ કોન્ફરન્સના ઓર્ગેનાઇઝિંગ સેક્રેટરીઝ છે.