મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ શેર બજારમાં ઈન્ડિયન રેલવે કૈટરિંગ એન્ડ ટૂરિઝમ કોર્પોરેશન (આઈઆરસીટીસી)ના શેરનું બંપર લિસ્ટિંગ થયું છે. આ શેર 320 રુપીયાના ઈશ્યૂ પ્રાઈઝ સામે બીએસઈ પર 101.25 ટકા પ્રિમિયમ સાથે 644 રૂપિયા પર લિસ્ટ થયો છે. સ્ટોક માર્કેટમાં કોઈ સરકારી કંપનીની આ સૌથી સફળ લિસ્ટિંગ છે. બજારમાં સુચીબદ્ધ થયા પછી કંપનીનું બજાર મૂડીકરણ (એમકૈપ) 10,736 કરોડ રૂપિયા થઈ ગયું છે.

ગત બે વર્ષમાં આ સૌથી શાનદાર લિસ્ટિંગ છે, જેમાં કોઈ શેર ઈશ્યૂ પ્રાઈઝ કરતાં બે ગણા વધુમાં લિસ્ટ થયો હોય. સવારે 10.30 કલાકે શેરને 40.00 અંકો (6.21 ટકા)ના ઉછાળા સાથે 684 રૂપિયાનો બિઝનેસ કરી રહ્યો હતો.

આ પબ્લીક ઈશ્યૂ નાણાંકિય વર્ષ 2019-20 માટે કેન્દ્ર સરકારની ખાસ યોજનાનો હિસ્સો છે. આઈઆરસીટીસીમાં 100 ટકા ભાગીદારી રાખનાર સરકાર તેની 12 ટકા હિસ્સેદારી વેચશે. આઈપીઓ બાદ કંપનીમાં સરકારની હિસ્સેદારી ઘટીને 87.7 ટકા રહેશે. આઈઆરસીટીસી ઈંટરનેટ ટિકિટિંગ, કૈટરિંગ, પૈકેઝ્ડ ડ્રિંકિંગ વોટરસ ટ્રૈવેલ તથા ટૂરીઝમનું કામ કરે છે.

આઆરસીટીસીનો આઈપીઓ 30 સપ્ટેમ્બરથી 4 ઓક્ટોબર વચ્ચે ખુલ્યો હતો. તેને ઈન્વેસ્ટર્સે હાથો-હાથ લઈ લીધો હતો. તેને 112 ગણી વધુ બોલીઓ મળી હતી. આઈઆરસીટીસીની વેચાણ માટે રખાયેલા 2 કરોડ શેરના અવેજમાં 25 કરોડ શેર માટેની બોલીઓ લાગી હતી.