મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ ભારત અને ઈરાન વચ્ચેના ખાટા સંબંધોને કારણે પાકિસ્તાનના હૃદયમાં હરખ છલકાઈ ગયો હશે. તેણે પોતાના 'આકા' ચીન સાથે કાવતરું રચ્યું અને તે સફળ જણાયું છે. ચીને ઇરાન સાથે 400 અબજ ડોલરના સોદા પર હસ્તાક્ષર કરીને આ પગલું ભર્યું છે. ઈરાન તેમાં અટવાઈને ભારત સાથેની મિત્રતાનો દાવ લગાવવા માટે તૈયાર દેખાય છે. જો આમ થાય તો પાકિસ્તાન માટે 'વિન-વિન' સ્થિતિ બનવા પામશે. ચીન અજાણતાં જ પાકિસ્તાનનો 'ગોડફાધર' બની ગયો છે. ઈરાન સાથે ચીનના ગાઢ સંબંધો પણ પાકિસ્તાન સાથેના તેના સંબંધોને મજબૂત બનાવશે. હાલમાં ધાર્મિક આધારો પર ઈરાન અને પાકિસ્તાન વચ્ચેના સંબંધ એટલા આરામદાયક નથી. પાકિસ્તાનના વિશ્વાસઘાતને સ્પષ્ટ રીતે સમજી શકાય છે કે પશ્ચિમ એશિયામાં સર્વોપરિતા સ્થાપિત કરવા અને ભારતને પ્રારંભિક ફટકો આપવા માટે ચીને ઇરાન સાથેના મિત્રોનો હાથ વધાર્યો અને પાસા ફેંક્યા છે અને તેમાં ભારતને શરૂઆતી ઝટકો લાગ્યો છે, તેનાથી પાકિસ્તાનનું ગદગદ થઈ જવું સાફ સમજી શકાય છે.

ભારત માટે ખતરાની ઘંટી.. કેમ?

ચીનની નજર અફ્ઘાનિસ્તાનની ખાણો પર છે. પાકિસ્તાન પચી હવે તેની ઈરાનમાં તેની એન્ટ્રી થાય તો અફ્ઘાનિસ્તાન અને ભારત વચ્ચેના સંબંધો જોખમમાં મુકાશે. સેન્ટ્રલ એશિયાના દેશો પર રશિયાનો પ્રભાવ રહ્યો છે અને જો ચીનની ધૂન પર નાચવા લાગ્યા તો ડ્રેગનને સુપરપાવર બનતા વાર નહીં લાગે. સાઉથ એશિયા સાથે ચિનના ટ્રેડ ગત બે દાયકામાં 23 ઘણા વધી ગયા છે. મ્યાંમાર, બાંગ્લાદેશ, નેપાળ સુધી ચીનના રસ્તા છે. શ્રીલંકા, માલદીવમાં તેના ઠેકાણાંઓ છે. એક તરફ જ્યારે પૂર્વિ લદ્દાખમાં સીમા પર તણાવ ઘટી રહ્યો છે, ભારતને ચીનની આ સોફ્ટ-એગ્રેસિવ પોલિસીથી સાવધાન થવું જોઈએ.

મજબૂરીમાં ચીન પાસે ગયું ઈરાન

ઈરાન ઉપર ચીનનું જેટલું નિયંત્રણ જેટલું વધશે, તેટલું ભારત માટે વધુ ખરાબ છે. પાકિસ્તાનથી અંતર કરવા માટે, આપણે અફઘાનિસ્તાનમાં જરંજ અને દિલારામ વચ્ચે 200 કિલોમીટર લાંબો રસ્તો બનાવ્યો છે. આ આપણને અફઘાન તેમજ મધ્ય એશિયાના બજારોમાં પ્રવેશવાની મંજૂરી આપે છે. આ રસ્તાને ઈરાન અને મધ્ય એશિયાના અન્ય દેશો સાથે જોડવા માટે ભારત અને ઇરાન વચ્ચે બે કરાર થયા હતા. પહેલું એક ચાહબહાર-જેહાદાન રોડ હતું અને બીજું ચાહબહાર બંદર હતું. આ તમામ કરારો પર 2016 માં થયા હતા પરંતુ હજી ઘણું કામ લટકી રહ્યું છે. આમાં અમેરિકાએ પણ અવરોધ મૂક્યો પરંતુ બાદમાં મુક્તિ આપી. હજી પણ પ્રોજેક્ટ શરૂ કરી શકાયો નથી કારણ કે કોઈ દેશ સાધન આપવા માટે સંમત નથી. આખરે મજબૂર થઈને ઈરાને ચીનનો સાથ માગવો પડ્યો.

ઈરાને ચીનની ઓફસ ચાર વર્ષ સુધી ટાળી રાખી હતી પરંતુ અમેરિકી પ્રતિબંધોના દબાણમાં તેણે આ વખતે મંજુરી આપી દીધી. મધ્ય એશિયાના જાણકાર વેદપ્રતાપ વૈદિક માને છે કે હવે ચીન અને ઈરાનના વચ્ચે આવવાથી પાકિસ્તાન અને ઈરાનમાં પણ અંતર ઘટશે. બંને દેશો હજુ સુધી શિયા-સુન્નીના નામ પર અણબનમાં રહ્યા છે. ચીન તેના વચ્ચે મધ્યસ્થ બનીને પોતાનું કામ કરશે કારણ કે તેની નજર સિલ્ક રૂટ પર છે. ઈરાનના પ્રયત્નો રહેશે કે પાકિસ્તાનના ગ્વાદર પોર્ટ અને ચાહબહાર અંદરઅંદરમાં કનેક્ટ થઈ જાય. ગવાદર પુરી રીતે ચીનના કબ્જામાં છે. ચીનને બદરે-જસ્ક પોર્ટ પણ આપી શકાય છે જે ચારબહારથી ફક્ત 350 કિલોમીટર દુર છે.

ચીનની ચાલ નથી સમજી રહ્યું ઈરાન

ચીનએ ઈરાન પર પોતાનું એ જ મોડલ અપનાવ્યું છે જે તેણે ઘણા દેશો પર અજમાવ્યું છે. 400 અબજ ડોલરના ઈન્વેસ્ટમેન્ટની ડીલ કરીને તેણે ઈરાનને પોતાના વશમાં કરી લીધું છે. તેનાથી વિકાસના ઘણા બધા કામ થઈ શકે છે તો ઈરાનના લાગશે કે ચીન તેનું સાચું મિત્ર છે. પછી હેરાની ન થવી જોઈએ જો ચીન કહે કે ઈરાનમાં મિલેટ્રી બેઝ બનાવવો છે અને તે માની જાય. જો આવું થશે તો વેસ્ટર્ન એશિયામાં ચીન પોતાની ધાક જમાવવામાં કોઈ કસર બાકી નહીં રાખે. પછી ઈરાન તેનો અડ્ડો હશે અને ઈઝરાયેલ-સાઉદી આરબ તેનો નિશાનો.

પાકિસ્તાન પ્યાદુ જ રહેવાનું

ઈરાન સાથે ડીલ કરીને ચીનએ તેની અર્થવ્યવસ્થામાં સીધી એન્ટ્રી લગાવી લેવાની તૈયારી કરી લીધી છે. તેની નજર ત્યાંના ઓઈલ માઈનિંગ સેક્ટર પર રહેશે જેથી તેની જરુરતો પણ સરળતાથી પુરી થઈ શકે. ઈરાનના દ્વારા તે અફ્ઘાનિસ્તાન અને સેન્ટ્રલ એરિયાના પાંચ મોટા મુસ્લીમ દેશોના ઓઈલ રિઝર્વમાં પણ હિસ્સો ઈચ્છે છે. તે માટે તે પાકિસ્તાનના ઈસ્લામીક રાષ્ટ્ર હોવાનો ફાયદો ઉઠાવવાથી બિલકુત નહીં ચુકે. ચીનની રમતમાં પાકિસ્તાન ફરી એક પ્યાદાની ભૂમિકામાં શહીદ થશે.