મેરાન્યૂઝ નેટવર્ક.વૉશિંગટનઃ ઈરાનના જનરલ કાસિમ સુલેમાનીને માર્યા પછી અમેરિકાના પ્રમુખિ ડોનાલ્ડ ટ્ર્મ્પ દ્વારા શાંતિ પાઠ કરાઈને શાંતિનો સંદેશો મોકલ્યો જેનાથી જંગ થશે તેના ભણકારા ઓછા થયા પરંતુ બુધવારે ઈરાનમાં અમેરિકા સૈનિકો પર મિસાઈલ હુમાલા પછી પુરી દુનિયા યુદ્ધની આશંકામાં હતી. ટ્રમ્પના નિવેદન પછી પણ ઈરાન તરફથી હજુ (આ લખાય છે ત્યારે) કોઈ પ્રતિક્રિયા આવી નથી અને ઈરાનની આ રહસ્યમય રીતે લેવાયેલું મૌન ચિંતા અને શાંતિ થાય તે માટેની આશાઓ બંને આભાસ કરાવી રહ્યું છે. ટ્રમ્પના નિવેદન પછી અમેરિકી શેર બજારોમાં તેજી આવી ગઈ હતી.

ટ્રમ્પના શાંતિ સંદેશ વાળા નિવેદન બાદ ઈરાન તરફથી હજુ કોઈ પ્રતિક્રિયા આવી નથી. પોતાના જનરલ સુલેમાનીને મારી નંખાયા બાદ ઈરાનની ઘણી તીખી પ્રતિક્રિયાઓ આવી રહી હતી. કુદ્સ ફોર્સના જનરલ સુલેમાનીને દેશમાં બીજા સૌથી તાકાતવર વ્યક્તિ માનવામાં આવતા હતા.

આપને જણાવી દઈએ કે ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ અલ ખામનેઈએ બુધવારે અમેરિકાના સૈનિકો પર મિસાઈલ હુમલાને વોશિંગટનના ગાલ પર થપ્પડ કહી હતી. તેમણે કહ્યું હતું કે અમે અમેરિકાને જોરદાર જવાબ આપીશું. ઈરાને તો દાવો કર્યો કે તેમના મિસાઈલ હુમલામાં અમેરિકાના 80 સૈનિક ઠાર કરાયા પરંતુ અમેરિકાએ તે વાતનું ખંડન કર્યું હતું.

આ દરમિયાન ઈરાકમાં અમેરિકી એમ્બેસી નજીક આજે પણ બે રોકેટ ફેંકાયાની માહીતી છે તે હુમલાની કોઈએ હજુ જવાબદારી લીધી નથી. હુમલામાં કોઈ પ્રકારના નુકસાનની પણ માહિતી મળી નથી.
ખામનેઈએ કહ્યું હતું કે ઈરાકમાં અમેરિકી સૈનિકોને પાછા જવું જોઈએ અને તેમના માટે તે પ્રયત્ન કરશે. એક અમેરિકી જાણકારે કહ્યું કે, ઈરાન જાણી જોઈએને એક એવી જગ્યાને નિશાન લગાવાય જ્યાં કઈ અમેરિકી જીવ ન જાય. તેમણે કહ્યું કે ઈરાને ઓછામાં ઓછા નુકસાન અને ચેતવણીની રીતે મિસાઈલ હુમલાને અંજામ આપ્યો હતો. કથિત રીતે એવું કહેવાયું કે, ઈરાકને પણ હુમલા અંગે જાણકારી આપી દેવાઈ હતી. જે પછી ઈરાક એ તેના અંગે અમેરિકાને કહ્યું અને વોશિંગટનએ નુકસાનથી બચવા માટે જરૂરી પગલા લીધા હતા. બીજી તરફ ઈરાન હુમલા પછી પુરી દુનિયાનું શેરબજાર હચમચી ગયું હતું. જોકે ટ્રમ્પના નિવેદન પછી અમેરિકી શેર બજારમાં રોનક આવી ગઈ હતી.