મેરાન્યૂઝ નેટવર્ક.ગાંધીનગરઃ છેલ્લા ઘણા સમયથી એલઆરડી (લોક રક્ષક દળ)ની ભરતી પ્રક્રિયામાં કોઈના કોઈ કારણસર આંગળીઓ ઉઠી જ છે. આ અંગેનો વિવાદ તો હજુ સમ્યો નથી પરંતુ આ દરમિયાનમાં એલઆરડી ભરતી બોર્ડના ચેરમેન આઈપીએસ વિકાસ સહાયની બદલી કરી દેવામાં આવી છે. ઉલ્લેખનીય છે હજુ એક દિવસ પહેલા જ સરકારે એલઆરડીની બેઠકો વધારવાનો નિર્ણય કર્યો છે. જોકે હજુ બાબત એ છે કે એલઆરડી ભરતી બોર્ડના ચેરમેન તરીકે તેઓની સેવા ચાલુ છે. વિગતો એવી છે કે વિકાસ સહાય ભરતી બોર્ડના ચેરમેન ઉપરાંત રક્ષા શક્તિ યુનિવર્સિટીમાં ડેપ્યૂટી ડિરેક્ટર જનરલ તરીકે પણ ફરજ બજાવે છે. તેમની રક્ષા શક્તિ યુનિવર્સિટીના પદ પરથી બદલી કરવામાં આવી છે. હાજુ તેઓની સેવા ભરતી બોર્ડમાં ચાલુ જ છે.

આઈપીએસ વિકાસ સહાય 1989 બેચના અધિકારી છે. તેમને એલઆરડી ભરતી બોર્ડના ચેરમેન પદ પરથી હટાવાયા નથી પરંતુ રક્ષા શક્તિ યુનિવર્સિટીના તેમના પદ પરથી હટાવી પોલીસ ટ્રેનિંગના એડીજીપી તરીકે મુકાયા છે. ઉલ્લેખનીય છે કે હાલ વર્ષ 2018ના રાજ્ય સરકારના પરિપત્રથી ભારે વિવાદ થયો હતો અને તેના કારણે અનામત વર્ગની મહિલાઓ અને બિન અનામત વર્ગની મહિલાઓનું સામસામે આંદોલન શરૂ થયું હતું. સરકારે બેઠકો વધારીને અને આ પરિપત્રને રદ્દ કરીને ભરતી કરવાનો નિર્ણય કરી વચલો રસ્તો કાઢવાનો પ્રયત્ન કર્યો હતો. જોકે ઉમેદવારોએ હજું આંદોલન સમેટ્યું નથી.