મેરાન્યૂઝ નેટવર્ક, નવી દિલ્હી: 1984 બેચના ગુજરાત કેડરના આઇપીએસ અધિકારી રાકેશ અસ્થાનાને દિલ્હી પોલીસના નવા કમિશનર બનાવવામાં આવ્યા છે. ગૃહમંત્રાલયે રાકેશ અસ્થાનાની દિલ્હી પોલીસના નવા કમિશનર તરીકે નિમણૂક કરવાનો આદેશ આપ્યો છે. અત્યારે તેઓ BSFના DG ઉપરાંત NCBના વડા છે. અસ્થાનાને PM નરેન્દ્ર મોદી તથા ગૃહમંત્રી અમિત શાહના ખૂબ નજીકના માનવામાં આવે છે.  

Advertisement


 

 

 

 

 

અત્રે ઉલ્લેખનીય છે કે રાકેશ અસ્થાનાની  દેખરેખમાં સુશાંત સિંહ રિયા ચક્રવર્તી ડ્રગ્સ કનેક્શન કેસમાં બે FIR દાખલ થઈ હતી. આ અગાઉ રાકેશ અસ્થાના CBIમાં સ્પેશિયલ ડાયરેક્ટર પણ રહી ચૂક્યા છે તેમ જ સુરત કમિશનર તરીકે કાર્યભાર સંભાળતી વખતે આસારામના કેસમાં મહત્ત્વની તપાસ પોતાની દેખરેખ હેઠળ શરૂ કરી હતી, જેમાં આસારામ અને તેના દીકરા નારાયણ સાંઇની ધરપકડ કરવામાં આવી હતી. નોંધનીય છે કે તત્કાલીન CBI વડા આલોક વર્મા અને અસ્થાના વચ્ચે લાંચ મામલે વિવાદે દેશભરમાં ચર્ચા જગાવી હતી.