મેરાન્યૂઝ નેટવર્ક, અમદાવાદ: બિટકોઇન કેસમાં અમરેલીના એસપી જગદીશ પટેલની ધરપકડ બાદ તેઓ સાબરમતી જેલમાં  છે. છેલ્લા બે મહિનાથી એસપીની જગ્યા ખાલી છે, રાજ્યના ગૃહ વિભાગે અમરેલી એસપીની જગ્યાએ આઈબીમાં ફરજ બજાવતા નિરલિપ્ત રાયને મુકવાનો આદેશ કર્યો છે.

અમરેલીના એસપી જગદીશ પટેલે પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયા સાથે મળી સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટના 12 કરોડની કિંમતના બિટકોઇન લૂંટી લેવાની યોજના બનાવી હતી. આ મામલે ફરિયાદ થતા જગદીશ પટેલ પકડાઈ ગયા છે અને હાલમાં સાબરમતી જેલમાં છે.  હાલમાં અમરેલીનો ચાર્જ ડેપ્યુટી એસપી પાસે હતો.

રાજ્યના ગૃહ વિભાગે આઈબીમાં ફરજ બજાવતા આઇપીએસ અધિકારી  નિરલિપ્ત રાયને એસપી તરીકે  મુક્યા છે. જો કે કેટલાક રાજકારણીઓ સાથે છત્રીસનો આંકડો ધરાવતા અધિકારી રાય કેટલો સમય અમરેલીમાં કાઢે છે તે જોવાનું રહ્યું.