મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હી: એક કહેવત છે કે પાણીમાં રહીને મગર એટલે મગરમચ્છ સાથે દુશ્મની ના કરવી, પણ ગજરાજ પાણીમાં ઘૂસી ગયો અને મગરને ચિત્ત કરી દીધો. તેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો જોઈને બધા ચોંકી ગયા છે. કોઈ પણ માની શકતું નથી કે હાથી પાણીમાં મગરને હરાવી શકે છે. આ વીડિયોને લઈને સોશિયલ મીડિયા પર ઘણી પ્રતિક્રિયાઓ આવી રહી છે. આપ સૌને વિનંતી છે કે આ વિડીયો તમને પરેશાન કરી શકે છે. આવી સ્થિતિમાં, નબળા હૃદયવાળાઓએ તેને બિલકુલ ન જોવું જોઈએ.

વીડિયોમાં જોઈ શકાય છે કે હાથી ખૂબ ગુસ્સે છે. તેનો ગુસ્સો એટલો ખતરનાક છે કે તે મગરને પાણીમાં જ ગુસ્સામાં દબોચી પરેશાન કરી દીધો છે . જંગલનો કાયદો એવો છે કે જે તાકતવર હોય તે જ જંગલમાં રહી શકે. ભલે પાણીમાં મગર મજબૂત હોય, પણ ગજરાજ સામે તે નબળો દેખાય છે.

Advertisement


 

 

 

 

 

આ વીડિયો અરુણાચલ પ્રદેશના IPS અધિકારીએ પોતાના ટ્વિટર હેન્ડલથી શેર કર્યો છે. જે ખૂબ જ ખતરનાક છે. IPS HGS ધલીવાલે આ વીડિયો સાથે કેપ્શન પણ લખ્યું છે. કેપ્શનમાં લખ્યું છે - જે શક્તિશાળી છે તે ટકી શકે છે, આ જંગલનો નિયમ છે.