મેરાન્યૂઝ નેટવર્ક.મોડાસાઃ મોડાસાના સાયરાની વતની નિલાંસી પટેલને હાલમાં જ રમાતી આઈપીએલ મેટ દરમિયાન રાજસ્થાન રોયલ્સના ખેલાડીઓનો ઉત્સાહ વધારવા માટે આયોજકો દ્વારા આમંત્રિત કરવામાં આવી હતી. જેને પગલે મોડાસા તાલુકા સહિત અરવલ્લી જિલ્લામાં પણ ખુશીની અને ગૌરવની લાગણી ફેલાઈ હતી.

મોડાસાની નિલાંશી પટેલ તેના માથાના સૌથી લાંબા વાળ માટે જાણિતી છે અને તે ગિનિસ બુકમાં નામ પણ ધરાવે છે. સમગ્ર ભારતમાં આજે આઈપીએલનો એક ક્રેઝ છે, ત્યારે આઈપીએલની ૩૬મી મેચ ગત શનિવારે જયપુર ખાતે રાજસ્થાન રોયલ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે રમાઈ હતી. જેમાં રાજસ્થાન રોયલ્સનો વિજય થયો હતો.

સમગ્ર મેચ દરમિયાન સૌથી લાંબા વાળ ધરાવતી નિલાંશીએ રાજસ્થાન રોયલ્સના ખેલાડીઓના ઉત્સાહને વધરાવાનો મોકો મળ્યો હતો. ગિનિસ બુકમાં સ્થાન પામનાર નિલાંશી આયોજકો દ્વારા આમંત્રિત કરવામાં આવતા મોડાસા તાલુકા અને અરવલ્લી જિલ્લા માટે જયપુરની આ મેચ યાદગાર બની ગઈ હતી. આઈપીએલના આયોજકો દ્વારા કેટલીક મેચમાં ગિનિસ બુકમાં સ્થાન પામનારા વ્યક્તિઓને અલગ અલગ મેચમાં ખેલાડીઓને પ્રોત્સાહીત કરવા માટે આમંત્રિત કરવામાં આવતા હોય છે.