મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ આઈપીએલ 2021માં રમી રહેલા ખેલાડીઓમાં કોરોના સંક્રમણ થવાની વાત સામે આવ્યા પછી બીસીસીઆઈએ આઈપીએલને અનિશ્ચિત કાળ માટે ટાળી દીધી છે. આઈપીએલ ચેરમેન બૃજેશ પટેલે આ વાતની જાણકારી જાહેર કરી છે. આપને જણાવી દઈએ કે કેકેઆરની ટીમ પછી હવે હૈદરાબાદની ટીમના ખેલાડીઓ પણ કોરોનાની ઝપેટે આવી ગયા છે. હૈદરાબાદના ખેલાડીને કોરોના પોઝિટિવ આવ્યા પછી આખી ટીમ આઈસોલેશનમાં જતી રહી છે. તે પહેલા કેકેઆરના વરુણ ચક્રવર્તિ અને સંદિપ વોરિયરમાં કોરોનાના લક્ષણ જોવા મળ્યા હતા. ત્યાં જ બીજી તરફ ચેન્નાઈ સુપરકિંગ્સના પણ સ્પોર્ટ્સ સ્ટાફમાં કોરોનાની એન્ટ્રી થઈ ગઈ છે. તેવામાં બીસીસીઆઈએ તત્કાલ રીતે આઈપીએલને અનિશ્ચિતકાળ માટે ચાળી દીધી છે.

અગાઉ, બીસીસીઆઈએ ખેલાડીઓ સક્રિય થયા બાદ મેચને ફરીથી શેડ્યૂલ કરવાનો નિર્ણય લીધો હતો, પરંતુ એસઆરએચના એક ખેલાડી કોરોના પોઝિટિવ બન્યા બાદ આઈપીએલને એક અઠવાડિયા માટે મુલતવી રાખવાના સમાચાર આવ્યા હતા. આવું કહેવામાં આવતું હતું કે આઈપીએલની તમામ મેચ હશે મુંબઇ ખસેડવામાં આવશે પરંતુ કોરોનાના કેસોમાં ઝડપથી વધારો થયો. આ સમયે દિલ્હી અને અમદાવાદમાં આઈપીએલ મેચ થઈ રહી હતી.

જણાવી દઈએ કે આ સમયે દેશભરમાં કોરોનાની સ્થિતિ ખૂબ જ ખરાબ છે, જેના કારણે બીસીસીઆઈ આઈપીએલ અંગે ખૂબ જ સાવધ હતી, પરંતુ બાયો-બબલમાં કોરોના ચેપના કેસો હોવા છતાં, એવા કિસ્સા બન્યા કે જેણે આઇપીએલને કટોકટીમાં મુક્યો હતો. આઈપીએલ મુલતવી થયા બાદ લોકો સોશ્યલ મીડિયા પર પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે દેશ આખો જ્યારે ઓક્સિજન, દવાઓ, બેડ માટે રડી રહ્યો હતો ત્યારે યોજાયેલી આ આઈપીએલ મેચ વિવાદો વચ્ચે ઘેરાઈ હતી. અમદાવાદમાં પણ આ મેચ રમાવા માટે ઘણા લોકોએ નારાજગી વ્યક્ત કરી હતી. કારણ કે નાઈટ કરફ્યૂમાં પણ અહીં ક્રિકેટ માટે લાલ જાજમ બિછાવવામાં આવ્યું હતું. જોકે આખરે ઘોડા તો ભાગી ગયા પણ તબેલે તો તાળા લાગી ગયા ને.... એવું માની લોકોએ ક્રિકેટ જગતને પણ કોરોનામાંથી જલ્દી બહાર લાવવાની પ્રાથના કરી છે.