મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હી: ઇન્ડિયન પ્રીમિયર લીગ ફેસ 2 ની બાકીની મેચ સંયુક્ત આરબ અમીરાતમાં યોજાઈ શકે છે. મેચ સપ્ટેમ્બરથી ઓક્ટોબર વચ્ચે રમાશે. અગાઉ, બોર્ડ આ મેચ માટે બે વિકલ્પો પર વિચારણા કરી રહ્યું હતું. આમાં ઇંગ્લેન્ડ અને યુએઈનો સમાવેશ થાય છે. બીસીસીઆઈ તેની વિચારણા કરી રહી છે. જો કે, હજુ સુધી સત્તાવાર ઘોષણા કરવામાં આવી નથી. મીડિયા સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, ભૂતકાળમાં પણ યુએઈમાં આઈપીએલ ટૂર્નામેન્ટ યોજાઇ છે. તેને ધ્યાનમાં રાખીને કહેવામાં આવી રહ્યું છે કે બાકીની મેચ અહીં યોજાશે. IPL 2021 સીઝનની 29 મેચ પછી કોરોનાના પગલે રદ્દ કરવી પડી હતી. 60માંથી 31 મેચ રમાવાની બાકી છે.

ટાઇમ્સ ઓફ ઈન્ડિયાએ સૂત્રોના હવાલેથી જણાવ્યું છે કે યુએઈમાં આઈપીએલ ટૂર્નામેન્ટ યોજાઈ ચૂકી છે. આવી સ્થિતિમાં ટૂર્નામેન્ટની બાકીની મેચ અહીં પૂર્ણ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. બીસીસીઆઈની 29 મી મેના રોજ વિશેષ સામાન્ય સભા થવાની છે. તે નવા સ્થાનો અને તારીખની જાહેરાત કરે તેવી સંભાવના છે.

4 ઓગસ્ટથી ભારત-ઇંગ્લેન્ડની મેચ

મીડિયા રિપોર્ટ્સ અનુસાર ઈંગ્લેન્ડ અને ભારત વચ્ચે 4 ઓગસ્ટથી 5 ટેસ્ટ મેચની શ્રેણી શરૂ થશે. બીજી અને ત્રીજી ટેસ્ટ વચ્ચે 9 દિવસનો ગેપ છે. જો આ ગેપ ઘટાડીને 4 દિવસનો કરવામાં આવે તો બોર્ડને આઈપીએલ મેચ માટે વધુ દિવસ મળશે. ઇંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડ અને બીસીસીઆઈ આ અંગે રણનીતિ ઘડી રહ્યા છે.