મેરાન્યૂઝ નેટવર્ક.વડોદરા: થોડા દિવસ પહેલા વડોદરા પાસે આવેલા પાદરામાં એક કરોડપતિ વેપારીનો 19 વર્ષનો દીકરો દ્વારકેશ 14 ઓક્ટોબરથી ગુમ હતો, અને તે શિમલાની એક હોટલમાં વાસણ ધોવાનું કામ કરતો હતો. ત્યારબાદ આજે આ યુવકને આનંદ મહેન્દ્રાએ મોટી ઓફર કરી છે. તમને જણાવી દઇએ કે, વડોદરા પાસે આવેલા પાદરામાં એક વેપારીનો 19 વર્ષનો દીકરો 14 ઓક્ટોબરથી ગુમ હતો. યુવાન એક એન્જિનિયર કોલેજમાં ભણતો હતો પરંતુ તેને ભણવામાં મન લાગતું ન હોવાથી ઘરે કોઇને કહ્યાં વગર જ સિમલા જતો રહ્યો હતો. જે બાદ પરિવાર અને પોલીસે યુવાનને શોધવા ભારે દોડધામ કરી હતી.

વડોદરાના કરોડપતિ પિતાનો કરોડોનો કારોબાર છોડીને વડોદરાનો યુવક શિમલાની એક હોટલમાં વાસણ ધોવાનું કામ કરતો હતો. 22 દિવસ બાદ યુવાનની ભાળ મળતા પોલીસ સાથે પરિવાર શિમલા પહોંચ્યો હતો. ત્યારબાદ દ્વારકેશનાં પરિવાર સાથે પોલીસે તેનું મિલન કરાવ્યું હતું.આ સમાચાર ટોક ઓફ ધ ટાઉન બન્યા હતા. આ યુવક ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાને કારણે ફરીથી ચર્ચામાં આવ્યો છે. ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાએ વડોદરાના આ યુવકને નોકરીની ઓફર આપી છે. હાલ સોશિયલ મીડિયા પર આનંદ મહિન્દ્રાની વડોદરાના યુવકને કરાયેલી આ ઓફર વાયરલ થઈ છે.

દ્વારકેશ નામના યુવકના સમાચાર વાયુવેગે ફેલાતા આનંદ મહિન્દ્રાએ ટ્વિટર પર લખ્યું કે, ‘હું આ યુવકનો પ્રશંસક છું. તે પોતાની કાબેલિયત પર આગળ વધવા માંગે છે. હાલ એવું લાગે છે કે, તેણે ઘર છોડી દીધું, પણ ભવિષ્યમાં તે સફળ, આત્મનિર્ભર ઉદ્યોગપતિ બની શકે છે. હું મારી કંપની મહિન્દ્રા રાઈઝમાં આ યુવકને ઈન્ટરનર્શિપ કરવાની ઓફર આપીને ખુશી અનુભવુ છું.’