મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ અંદાજે અઢી કે ત્રણેક મહિના પછી ભારત સરકારે ઈન્ટરનેશનલ ફ્લાઈટને શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. નાગર વિમાનન મંત્રી હરદીપ સિંહ પુરીએ ગુરુવારે કહ્યું કે ભારતએ અમેરિકા અને ફ્રાંસ સાથે ઈન્ડિવિઝ્યૂઅલ બાઈ-લેટ્રલ બબલના અંતર્ગત 17 જુલાઈથી ઈન્ટરનેશનલ ફ્લાઈટ શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. ઘણા જલ્દીથી જર્મની અને ઈંગ્લેન્ડ સાથે પણ આ રીતે મ્યૂચ્યૂઅલ એગ્રીમેન્ટના અંતર્ગત ઈન્ટરનેશનલ ફ્લાઈટ શરૂ કરવામાં આવશે.

18 જુલાઈથી એયર ફ્રાંસ સેવા શરૂ થશે

18 જુલાઈથી એયર ફ્રાંસ 28 ઈન્ટરનેશનલ ફ્લાઈટ દિલ્હી, મુંબઈ, બેંગાલુરુ અને પેરિસ વચ્ચે શરૂ કરશે. અમેરિકાની તરફથી યુનાઈટેડ એરલાઈન 18 ઈન્ટરનેશનલ ફ્લાઈટ 17 જુલાઈથી 31 જુલાઈ વચ્ચે શરૂ કરશે. યુનાઈટેડ એરલાઈન રોજ દિલ્હી અને નેવાર્કના વચ્ચે ઉડાન ભરશે. તે ઉપરાંત એક સપ્તાહમાં 3 દિવસ દિલ્હી અને સૈનફ્રાંસિસ્કો વચ્ચે ઉડાન ભરશે.

ઈંગ્લેન્ડ અને જર્મની વચ્ચે થઈ રહી છે વાતચિત

આવનારા દિવસોમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે દિલ્હી-લંડન ફ્લાઈટ એક દિવસમાં બે વાર ઉડશે. જર્મની તરફથી લુપ્થંસા એરલાઈનના સાથે વાતચિત લગભગ ફાઈનલ થઈ ચુકી છે. ભારતની તરફથી એર ઈન્ડિયા ફ્રાંસ અને અમેરિકાના માટે ઉડશે.

23 માર્ચથી ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો. આ નિર્ણય કોરના મહામારીને પગલે લેવામાં આવ્યો હતો. 25 માર્ચે પુરા દેશમાં લોકડાઉન લાગુ કરી દેવામાં આવ્યું હતું. બે મહિના બાદ 25 મેએ ડોમેસ્ટીક ફ્લાઈટ સેવા ચાલુ છે. શરૂઆતમાં એરલાઈનને 33 ટકા કેપેસિટી સાથે ડોમેસ્ટીક ફ્લાઈટ ઓપરેટ કરવાની પરવાનગી અપાઈ હતી. 26 જુને તેને વધારીને 33-45 ટકા સુધી કરી દેવાઈ છે. આશા દર્શાવાઈ રહી છે કે 60 ટકા કેપેસિટી સાથે ડોમેસ્ટિક ફ્લાઈટને ઉડવાની પરવાનગી મળી જશે.