મેરાન્યૂઝ નેટવર્ક, નવી દિલ્હી: નેશનલ સેવિંગ સર્ટિફિકેટ અને પબ્લિક પ્રોવિડન્ટ ફંડ સહિત અન્ય નાની બચત પર સરકારે જુલાઇ-સપ્ટેમ્બર ત્રિમાસિક માટે વ્યાજદર ૦.૧૦ ટકા ઘટાડ્યો છે. બેંકિંગ ક્ષેત્રમાં વ્યાજ દરોમાં થઇ રહેલા ઘટાડાને ધ્યાનમાં રાખતા સરકારે આ નિર્ણય કર્યો છે. ભારતીય રિઝર્વ બેંક આ વર્ષમાં ત્રણ વખત પોતાના નીતિગત દરોમાં કુલ મળીને ૦.૭૫ ટકાનો ઘટાડો કરી ચુકી છે.

જેથી હવે પીપીએફ અને એનએસસી પર વાર્ષિક વ્યાજદર ૮ ટકાથી ઘટી ૭.૯ ટકા મળશે. કિસાન વિકાસ પત્ર પર ૭.૭ ટકાના બદલે ૭.૬ ટકા વ્યાજ મળશે. જ્યારે સુકન્યા સમૃદ્ધિ બોન્ડ પર ૮.૫ ટકાના બદલે ૮.૪ ટકા વ્યાજ મળશે.