મેરાન્યૂઝ નેટવર્ક, જામનગર:આઈસીસી ટેસ્ટ રેન્કિંગમાં પાંચમાં અને ટેસ્ટ ઓલ રાઉન્ડર તરીકે બીજા ક્રમાંકે રહેલ રવીન્દ્ર જાડેજા હાલ ઇન્સટાગ્રામમાં એક ફોલોઅરે કરેલ કમેન્ટ અને ત્યારબાદ જાડેજાએ આપેલ જવાબને લઈને સોસીયલ મીડિયામાં ટ્રોલ થયો છે. ફોલોઅરે કરેલ કટાક્ષ બાદ જાડેજાના જવાબને લઈને તેના ચાહક ફોલોઅર મેદાને આવ્યા હતા અને જોતજોતામાં રીપ્લાઈનો આંક ચાર આકડામાં પહોચી ગયો હતો.
 
દુનિયાભરના સેલીબ્રીટી સોસીયલ મીડિયામાં કોઈને કોઈ બાબતે ટ્રોલ થતા આવ્યા છે. પરંતુ મોટા ભાગની સેલીબ્રીટી પોતાની પોસ્ટ પર ફોલોઅર્સને જવાબ આપવાનું ટાળે છે. પરંતુ રવીન્દ્ર જાડેજાએ હાલમાં જ પોતાના ‘રોયલરાજપૂત8’ નામના ઓફિસિયલ એકાઉન્ટ પર પોતાના ફોટા સાથે કેપ્શન લખી, પોતાને કેવી હેઈર સ્ટાઈલ અપનાવવી જોઈએ એ બાબતે ફોલોઅર્સનો અભિપ્રાય જાણવાનો પ્રયાસ કર્યો હતો. જેના જવાબમાં અનેક ચાહકોએ આમ નહિ આમ હેઈર સ્ટાઈલ અપનાવવાની સલાહ આપી હતી પરતું તિવારી.વિપિન નામના ફોલોઅરે જાડેજાને જવાબ આપતા લખ્યું હતું કે, ‘અબે અપની ગેમ પે ભી ફોકસ કરલે થોડી, બેટિંગ હોતી નહિ ઓલરાઉન્ડર બનકે બેઠા હે’ આ કમેન્ટ બાદ જાડેજાએ એક કલાક બાદ જડબાતોબ જવાબ આપી ફોલોઅર્સની બોલતી બંધ કરી દીધી હતી. ‘તેરે ઘર પે ટીવી નહિ હે ક્યાં ? લાસ્ટ ટેસ્ટ મેચ દેખા નહિ. ઈડીયટ’ એમ કહી જાડેજાએ આપેલ જવાબને તેના ફોલેઅરસે વધાવી લઇ,  કમેન્ટને લાઈક કરી હતી. 

પરિસ્થિતિને પામી ગયેલા એ જ ફોલોર્સે જવાબ આપી લખ્યું કે કાફી ટાઈમ હે આપકે પાસ, આઈ કમેન્ટ જસ્ટ ફોર ફન એન્ડ યુ રિપલાઈડ, બેસ્ટ વીસીસ ફોર યોર કેરિયર,અ ગુડ ઓલરાઉન્ડર ઇસ મસ્ટ ફોર ટિમ સો ઇજ બેસ્ટ ઓફ યુ.