મેરાન્યૂઝ નેટવર્ક.ઈંદોરઃ મધ્યપ્રદેશના ઈંદોરમાં તે સમયે ખુબજ માર્મિક નજારો જોવા મળ્યો જેયારે એક શહીદની પત્નીને ગામના યુવાનોએ સ્વતંત્રતા દિવસે હથેળીઓ પર પગ મુકાવી ગૃહપ્રવેશ કરાવ્યો. શહીદની પત્નીએ જે ઘરમાં ગૃહપ્રવેશ કર્યો તે ઘર બેટમા ગામના યુવાનોએ ગીફ્ટ કર્યું હતું. તેમના પતિ મોહન સિંહ 1992માં શહીદી પામ્યા હતા, તેઓ બીએસએફ જવાન હતા. ગામના લોકોએ 11 લાખ રૂપિયા ભેગા કરીને શહીદન પત્નીને માથા પર છત્ત અપાવવામાં મદદ કરી છે.

આ શહીદ પરિવાર વર્ષોથી અંદાજીત 25 વર્ષથી વધુ સમયથી ટુટેલા ફૂટેલા ઝૂંપડામાં રહેતો હતો. વર્ષ 1992થી આ પરિવાર પર કોઈ નેતાની નજર પડી ન હતી તે પરિવારની કમનસીબી હતી. બંને પક્ષોની સરકારો તો છોડો તેમના સ્વજનોએ પણ કોઈ મદદ કરી ન હતી. પરિવારની હાલત જોઈ ગામના યુવાનોએ ઘર પુરુ પાડવા માટે ‘એક ચેક એક દસ્તખત (સહી)’ અભિયાન ચલાવ્યું હતું. અભિયાનમાં જોડાયેલા વિશાલ રાઠીએ કહ્યું કે, અમે શહીદની વિધવાના ઘર માટે 11 લાખ રૂપિયા ભેગા કરી લીધા. રક્ષાબંધન અને સ્વતંત્રતા દિવસના સમયે અમે તેમને મકાનની ચાવી આપી દીધી છે.

રાઠી કહે છે કે, મકાન પર 10 લાખની કોસ્ટ છે, જ્યારે એક લાખ રૂપિયા મોહનસિંહના સ્ટેચ્યૂ (પ્રતિમા) બનાવવા માટે રાખવામાં આવ્યા છે. તે પણ લગભગ હવે તૈયાર જ છે તેના સાથે જ જે સરકારી સ્કૂલમાં મોહન સિંહ ભણ્યા હતા, તેનું નામ પણ તેમના નામે કરાવવાના પ્રયત્નો ચાલી રહ્યા છે.