મેરાન્યૂઝ નેટવર્ક, ઇન્દોર: મધ્ય પ્રદેશના ઇન્દોર શહેરમાં રાજ્ય સરકારના મંત્રી સજ્જન સિંહ વર્માની પત્રકાર પરિષદમાં તે સમય હંગામો મચ્યો જ્યારે કોંગ્રેસના સન્ની રાજપાલ પોલીસકર્મી સાથે ધક્કા-મુક્કી પર ઉતરી આવ્યા. પોલીસે ચાલુ પ્રેસ કોન્ફરન્સમાં તેમને અંદર જતાં રોકતા કોંગ્રેસના નેતા સન્ની રાજપાલ ઉશ્કેરાયા હતા અને પોલીસકર્મી સાથે ગેરવર્તણુક કરી હતી. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે મધ્ય પ્રદેશ સરકારના મંત્રી સજ્જનસિંહ વર્માએ કમલનાથ સરકારની સિદ્ધીઓ ગણાવવા માટે આ પ્રેસ કોન્ફરન્સ બોલાવી હતી.  પોલીસ સાથે કરેલ ગેરવર્તણુકનો વીડિયો અહીં પ્રસ્તુત છે.