મેરાન્યૂઝ નેટવર્ક.જકાર્તાઃ ઈન્ડોનેશિયાનું લાયન એર વિમાન સોમવારે જકાર્તાથી ઉડ્યાની થોડી જ મિનિટોમાં ક્રેશ થઈ ગયું છે. વિમાન જેટી-610 જકાર્તાથી પંગકલ પિનોન્ગ જઈ રહ્યું હતું. રાષ્ટ્રીય તપાસ તથા બચાવ એજન્સીના પ્રવક્તા યુસુફ લતીફે વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયાની પૃષ્ટી કરી છે.

ચેનલ ન્યૂઝ એશિયા અનુસાર લાયન એર બોઈંગ 737 મુસાફર વિમાનમાં ક્રુ મેમ્બર અને યાત્રિઓને મળીને કુલ 188 લોકો સવાર હતા.

રિપોર્ટ્સ અનુસાર વિમાન જકાર્તા એરપોર્ટથી ઉડ્યું હતું. વિમાન સુમાત્રાના પિંગકલ પિનોન્ગ જઈ રહ્યું હતું. ટેક ઓફની 13 મિનિટ બાદ જ વિમાનનો સંપર્ક તૂટી ગયો હતો. કહેવાય છે કે સંપર્ક તૂટીવા પહેલા પાયલોટએ પ્લેનના રિટર્નનું સિગ્નલ મોકલ્યું હતું. સર્ચ ઓપરેશનના અધિકારીઓએ કહ્યું જાવા સમુદ્ર તટ પાસે વિમાનના ટુકડા નજરેવ પડ્યા છે.

વિમાનમાં કુલ 188 લોકો સવાર હતા. જેમાં 178 યુવાનો, 1 બાળક, 2 નવજાત, 2 પાયલોટ અને 5 ફ્લાઈટ અટેન્ડન્ટ હતા. યાત્રિઓ અંગે હજુ સુધી કોઈ સૂચના મળી નથી. ટીમ સર્ચ ઓપરેશનમાં લાગી ગઈ છે. ઈન્ડોનેશિયાના તંત્ર અનુસાર લાયન એર જેટી 610 સાથે સંપર્ક તૂટી ગયો છે અને વિમાન અંગે હાલ કોઈ જાણકારી નથી.

ભારતીય સમયાનુસાર સવારે 6.33 કલાકે પ્લેનએ ટેકઓફ કર્યું હતું. વિમાનની માહિતી મેળવવા રેસ્ક્યૂ અને સર્ચ ઓપરેશન શરૂ થઈ ગયું હતું, પરંતુ થોડી જ મિનિટોમાં પ્લેનના ક્રેશ થવાની માહિતી મળી હતી.