મેરાન્યૂઝ નેટવર્ક.કંપાલા: યુગાન્ડાની રાજધાની કંપલામાં મંગળવારે સવારે 10 વાગ્યે 2 બોમ્બ વિસ્ફટ થયા હતા, આ વિસ્ફોટ ભારતની પેરા શટલર્સ ટીમની હોટલથી માત્ર 100 મીટર દૂર થાય હતા, કમ્પાલામાં અરાજકતા સર્જાઈ હતી. કારણ કે ભયભીત રહેવાસીઓ શહેરના કેન્દ્રમાંથી ભાગી રહ્યા હતા.

યુગાન્ડામાં પેરા બેડમિન્ટન ઈન્ટરનેશનલ સ્પર્ધાનું યજમાન છે. ભાગ લઈ રહેલા ભારતીય પેરા શટલરોને ત્યારે આંચકો લાગ્યો જ્યારે મંગળવારે રાજધાની કમ્પાલાની ટીમની હોટલની નજીક અનેક વિસ્ફોટ થયા.

Advertisement


 

 

 

 

 

આ દૃશ્ય તેમણે હોટલમાંથી જોયા અને મોબાઇલથી શૂટ પણ કર્યા હતા, બેડમિન્ટન ઈન્ડિયા ટ્વિટર હેન્ડલે આ ઘટનાનો વીડિયો પોસ્ટ કર્યો છે, યુગાન્ડા પોલીસ કહે છે કે બે આત્મઘાતી બોમ્બ ધડાકામાં ત્રણ નાગરિકો માર્યા ગયા છે અને 33 ઘાયલ થયા હતા, પ્રમોદ ભગત, મનોજ સરકારનો સહિત ની ભારતીય ટીમ યુગાન્ડા પેરા-બેડમિન્ટન ઈન્ટરનેશનલ 2021માં ભાગ લેવા માટે કમ્પાલા યુગાન્ડામાં છે.

 

ભારતીય પેરા બેડમિન્ટન ટીમના મુખ્ય કોચ ગૌરવ ખન્નાએ પી.ટી. આઈ ને જણાવ્યું હતું કે વિસ્ફોટો હોટલથી લગભગ 100 મીટરના અંતરે થયા હતા પરંતુ દરેક લોકો સુરક્ષિત છે અને ચિંતા કરવાની કોઈ વાત નથી. જ્યારે આ બ્લાસ્ટ થયો ત્યારે બહુ ઓછા ખેલાડીઓ બેડમિન્ટન હોલ તરફ જઈ રહ્યા હતા. જેના કારણે નજીકની ગલીઓ માં ભારે અફરા તફરીનો માહોલ હતો અને અરાજકતા સર્જાઈ હતી. અમે પણ તરત જ પાછા ફર્યા પરંતુ હવે સ્થિતિ સારી છે. અમે ભારતીય દૂતાવાસ સાથે વાત કરી છે અને ચિંતા કરવાની કોઈ વાત નથી."

(Edited by Mahesh Thakar)