મેરાન્યૂઝ નેટવર્ક, નવી દિલ્હી: મોદી સરકારના શપથગ્રહણ બાદ અહેવાલ આવ્યા છે કે નાણાકીય વર્ષ 2018-19ના ચોથા ત્રિમાસિક જાન્યુઆરી-માર્ચમાં દેશનો આર્થિક વિકાસ દર (જીડીપી) ઘટીને 6 ટકાથી નીચે 5.8 ટકા થયો છે. લેબર સર્વે અનુસાર ગત નાણાકીય વર્ષમાં દેશમાં બેરોજગારી દર પણ 6.1 ટકા રહ્યો. ચોથા ત્રિમાસિકના આંકડાને કારણે જીડીપીનો વાર્ષિક દર 7 ટકાથી ઘટીને 6.8 ટકા પર રહ્યો હતો.

દેશનો વિકાસદર ઘટવા પાછળના કારણોમાં ગ્રાહકોની ઘટની માંગ, પ્રાઇવેટ બેંકોના ધંધામાં મંદી હોવાનું જણાવાઇ રહ્યું છે.