મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ લાંબા સમયથી ગુજરાત સહિત ભારતના અન્ય રાજ્યોથી પોતાના વતન જવા માટે લોકોની સંખ્યાનો એક મોટો વર્ગ જુજી રહ્યો છે. આવો જ એક વર્ગ ભારતની બહાર પણ છે, જીવન ધોરણ બદલી વિદેશમાં પોતાના નવા જીવનની શરૂઆત કરનારો આ વર્ગ પણ હાલ બેહાલ છે અને તેઓ પણ સ્વદેશ આવવાની આજીજી કરી રહ્યા છે. આવા અંદાજીત 14800 લોકો છે. ભારતીયોને આગામી 7થી 13 મે સુધીમાં 64 વિમાનના ઉપયોગથી પરત લાવવામાં આવશે.

આ અંગે એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર આ લોકોને વિશેષ વિમાનનું સંચાલન કરતા એર ઈન્ડિયા અને તની સહાયક એર ઈન્ડિયા એક્સપ્રેસ દ્વારા કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે હાલમાં જ્યારે એક રાજ્યથી બીજા રાજ્ય જવા માગતા મજુર શ્રમીકો પાસેથી ભાડુ લેવાયું છે ત્યારે આ હવાઈ ટ્રાસ્પોર્ટની સુવીધાનો ખર્ચ કોણ ભોગવશે તેની તમામને જાણવાની ઈચ્છાઓ છે. તો આપને જણાવી દઈએ કે યાત્રિકોએ ભારત આવવા માટેનું ભાડું પોતે જ આપવું પડશે.

હાલમાં બ્રિટન, અમેરિકા, ઓમાન, અરબ અમીરાત, કતાર, સાઉદી અરબ, સિંગાપૌર, મલેશિયા, બાંગ્લાદેશ, ફિલિપીંસ, બહેરીન અને કુવૈતથી ભારતમાં લાવવામાં આવશે. ગત 25 માર્ચથી લોકડાઉન છે અને 17 મે સુધી તે હજુ પણ ચાલવાનું છે. કોમર્શિયલ ફ્લાઈટ્સ તો બંધ છે પરંતુ આ પ્રકારની ફ્લાઈટ ચલાવવામાં આવશે.

ગૃહ મંત્રાલયે સોમવારનાં જાહેર કર્યું કે, તે આવા ભારતીયોને સ્વદેશ પરત લાવવાની સુવિધા આપશે જેમાં કોરોના વાયરસના કોઈ લક્ષણ ન હોય. તે 7 મેથી તબક્કાવાર રીતે વિમાન અને નૌસૈનાના જહાજ દ્વારા પરત લાવશે જેનું ભાડું યાત્રીઓએ આપ ,વાનું રહેશે. અધિકારીઓએ જણાવ્યું કે, 7 મેથી 13 મેની વચ્ચે ભારત યૂએઈ માટે 10, અમેરિકા અને બ્રિટન માટે 7-7, સાઉદી અરબ માટે 5, સિંગાપુર માટે 5 અને કતાર માટે 2 ફ્લાઇટ સંચાલિત કરશે. બાંગ્લાદેશ અને મલેશિયા 7-7 ફ્લાઇટો જવાની સંભાવના છે, જ્યારે કુવૈત અને ફિલીપીંસ માટે 5-5 ફ્લાઇટોનું સંચાલન થઈ શકે છે. ઓમાન અને બહરીન માટે 2-2 ફ્લાઇટનું સંચાલન થઈ શકે છે. સ્વદેશ વાપસીની 64 ફ્લાઇટમાંથી કેરળથી 15, દિલ્હી અને તમિલનાડુથી 11-11, મહારાષ્ટ્ર અને તેલંગાનાથી 7-7 અને બાકીની 5 અન્ય રાજ્યોથી સંચાલિત થશે અને આ 7 દિવસમાં અંદાજીત 14800 જેટલા નાગરિકોને સ્વદેશ લવાશે.