હિતેશ ચાવડા, નડીયાદ: ખેડા જીલ્લામાં આવેલ સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાતના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષમાં ટ્રેનિંગ લઇ રહેલો મૂળ હરિયાણાનો ૧૮ વર્ષીય ચિરાગ યાદવ, આંતરરાષ્ટ્રીય સ્તરે અંડર-૨૦ ભારતીય વૉલિબૉલ ટીમના કેપ્ટન તરીકે આગેવાની કરી પરત નડીયાદ આવ્યો છે.  આ રમતવીર બે  વર્ષ પેહલા ગુજરાત આવ્યો હતો અને ગાંધીનગરમાં નોકરી કરતાં તેના કાકાની પ્રેરણાથી તે ગુજરાતમાં રોકાયો અને વૉલિબૉલની રમતની સિલેક્શન પ્રક્રિયા પૂરી કરી પ્રવેશ મેળવ્યો હતો અને તેને નડીયાદ ખાતે ટ્રેનિંગમાં મુકવામાં આવ્યો છે.

ચિરાગ યાદવે મેરાન્યૂઝ સાથે વાતચીત કરતાં જણાવ્યું કે તેઓ રોજ ૬ કલાક જેટલી પ્રેક્ટિસ કરે છે અને ૨ વર્ષના પ્રયત્નો અને મહેનત બાદ તેને ભારતની ઇન્ટરનેશનલ ટીમની આગેવાની કરવાની તક મળી છે. જેથી તે જુલાઈ-૨૦૧૮માંબેહરીન માં યોજવામાં આવેલ એશિયન ચેમ્પિયનશીપમાં ૬ મેચ રમ્યો હતા અને ત્યારબાદ બાદ ટીમ સાથે જ ભારત પરત ફર્યો હતો.  ચિરાગ યાદવ ટીમમાં કેપ્ટન છે અને ખેલાડી તરીકે અટેકરની ભૂમિકામાં રમે છે. ચિરાગ હાલ અંદર-23ના ટ્રાયલ માટે પ્રેક્ટીસ કરી રહ્યો છે અને IVL(Indian Volleyball League) માટે પણ સાથે સાથે તૈયારી કરી રહ્યો છે.

આ પહેલા પણ નડીયાદમાં જ ટ્રેનીંગ લીધેલ ડાંગની એક રમતવીર સરિતા દાસ વિશ્વમાં દેશનું નામ રોશન કરનાર મેડાલીસ્ટ હિમાંદાસ સાથે એક જ ટીમમાં છે અને હાલ તેઓ સાથે જ વિદેશમાં પ્રેક્ટીસ કરી રહ્યા છે.

નડીયાદ સ્પોર્ટ્સ કોમ્પ્લેકસમાં અત્યાધુનિક સેવાઓ આપવામાં આવે છે જેમાં સરકાર દ્વારા સિલેક્ટ કરવામાં આવેલા ૨૩૦ જેટલા ખેલાડીઓ માટે વાર્ષિક ૬ કરોડનું બજેટ આપવામાં આવે છે.  જેમાં ખેલાડીઓને પ્રાઇવેટ સ્કૂલમાં અભ્યાસ, હોસ્ટેલ, સ્ટાઇપેંડ, ભોજન, સારવાર, કપડા અને અન્ય તમામ જરૂરી વસ્તુઓ સરકાર દ્વારા પૂરી પાડવામાં આવે છે.

આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં ઝૂડો, આર્ચરી, સિન્થેટીક રનીંગ ટ્રેક, ઇનડોર- ઓઉટડોર વૉલિબૉલ, ફૂટબોલ ગ્રાઉન્ડ અને અન્ય સ્પોર્ટ્સની ટ્રેનિંગ ચાલે છે જેમાં સરકાર દ્વારા ૧૨થી ૧૬ વર્ષની ઉંમરના બાળકોનું સિલેકશન કરી તેમને નડીયાદ અને રાજ્યના અન્ય, સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાતની એકેડમીમાં ટ્રેનીંગ માટે મુકવામાં આવે છે.