મેરાન્યૂઝ નેટવર્ક, નવી દિલ્હી: લદ્દાખમાં ભારત અને ચીન વચ્ચે સરહદ વિવાદ ચાલી રહ્યો છે ત્યારે ભારતનો જાસૂસી સેટેલાઇટ ચીનના કબજાવાળા તિબેટ પરથી પસાર થયો હતો. જેથી ચીનના પેટમાં તેલ રેડાયું છે અને તેણે સુરક્ષા માટે ગતિવિધિઓ શરૂ કરી છે.

ભારતના ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન (ડીઆરડીઓ) નો આ સેટેલાઇટ EMISAT ઇન્ટેલિજન્સ ઇનપુટ મેળવવાનું કામ કરે છે. તેમાં એક ELINT એટલે કે ઇલેક્ટ્રોનિક ઇન્ટેલિજન્સ સિસ્ટમ ‘કૌટિલ્ય’ લગાવવામાં આવી છે. જેની વિશેષતા એ છે કે તે સુરક્ષા ક્ષેત્ર સાથે જોડાયેલી માહિતી એકત્ર કરે છે. મીડિયા રિપોર્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે સેટેલાઇટ તાજેતરમાં અરૂણાચલ પ્રદેશ નજીક તિબેટના તે ભાગ પરથી પસાર થયો હતો જેના પર ચીની પીપલસ્ લિબરેશન આર્મી (પીએસએ)ના કબજામાં છે.

ઇસરો દ્વારા બનાવવામાં આવેલ EMISALનો ELINT સિસ્ટમ દુશ્મનના વિસ્તારમાં ટ્રાન્સમિશન માટે ઉપયોગ થતા રેડિયો સિગ્નલને કેચએપ કરી વાંચી શકે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે  આ પહેલા ભારતના સેટેલાઇટ EMISALનો ELINT પાકિસ્તાની નેવીના ઓર્બારા બેસ (ઝીણા નેવલ બેઝ) પરથી પસાર થયો હતો. એવું કહેવાય છે કે પાકિસ્તાને ચીનના સહયોગથી આ નેવલ બેઝ પર સબમરીન તૈનાત કરી છે.