મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ લદાખમાં ભારતીય સેના અને ચીની સેના વચ્ચે સોમવારે અને મંગળવારની રાત્રે થયેલી હિંસક અથડામણાં ભારતીય સૈનિક ખોવાયા નથી તેવું ભારતીય સેનાએ કહ્યું હતું. સેનાની તરફથી ગુરુવારે સાંજે આ વાત કહેવાઈ હતી. આ વચ્ચે મામલાને સંબંધિત લોકો મુજબ, ત્રણ દિવસોની વાર્તાલાપ પછી ચીની સેના દ્વારા બે મેજર સહિત દસ ભારતીય સેનાના જવાનોને છોડી મુકવામાં આવ્યા છે. જોકે ઓફીશ્યલ રીતે આ અંગે કોઈ વાત કહેવાઈ નથી. સેનાએ કોઈ વિવરણ આપ્યા વગર સંક્ષિપ્તમાં નિવેદન આપ્યું કે, આ વાત સ્પષ્ટ કરવામાં આવે છે કે કાર્યવાહીમાં કોઈ ભારતીય સૈનિક ખોવાયા નથી. ગલવાન ઘાટીના હિંસક સંઘર્ષમાં ભારતના 20 જવાનોએ જીવ ગુમાવ્યા પડ્યા હતા જ્યારે અહેવાલ મુજબ ચીનના અંદાજીત 45 સૈનિકોના મોત થયા છે.

ગત વખતે જુલાઈ 1962માં ગલવાન ઘાટીમાં સંઘર્ષ પછી ચીની સેનાએ ભારતીય સૈનિકોને બંદી બનાવી લીધા હતા. તે સમયે ભીષણ સંઘર્ષ પછી ઓછામાં ઓછા 30 ભારતીય સૈનિકોએ જીવ ગુમાવવો પડ્યો હતો અને ઘણા ડઝનને ચીની સેના દ્વારા પકડી લેવાયા હતા. સૈન્ય સૂત્રોનું કહેવું છે કે ચીની સેના દ્વારા સોમવારે કુલ 76 સેનાના જવાનોની સાથે બર્બરતાપૂર્વક હુમલો કર્યો. જેમાંથી 18 ગંભીર રીતે ઘાયલ થયા જ્યારે 58ને સામાન્ય ઈજાઓ થઈ હતી. તેમણે કહ્યું કે, લેહના એક હોસ્પિટલમાં 18 જવાનોની સારવાર ચાલી રહી હતી જ્યારે 58 અન્ય અલગ અલગ હોસ્પિટલ્સમાં દાખલ છે.

ભારતીય અને ચીની તરફથી ગુરુવારે સતત ત્રીજા દિવસે મેજર જનરલ-સ્તરની વાટાઘાટો થઈ હતી, જેમાં સૈનિકોની હટાવવાની સાથે સાથે ગાલવાન ખીણની આજુબાજુના વિસ્તારોમાં સામાન્યતાની પુનઃસ્થાપના કરવામાં આવી હતી. નાથૂ લામાં 1967ના સંઘર્ષ પછી ગલવાન ઘાટીની હિંસક અથડામણ બંને દેશોના સૈનિકો વચ્ચે થયેલી મોટી અથડામણ છે. તે સમયે ભારતના 80 જેટલા સૈનિકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો જ્યારે ચીનથી મૃત્યુઆંક 300 કરતાં વધુ હતો.