મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ અમેરિકી સેના દ્વારા ઈરાનના બાહુબલી જનરલ કાસિમ સુલેમાનીને ઠાર કરાયા બાદ ઈરાન અને અમેરિકા વચ્ચે તણાવ ઘણો વધી ગયો છે. તેવામાં તેની અસર વિશ્વના અન્ય દેશો પર પણ પડતી દેખાઈ રહી છે. માહિતી મળી રહી છે કે ઈરાન જલ્દી જ પલટવાર કરતાં હોરમુજ જળમાર્ગને બંધ કરી શકે છે. જો આ જળમાર્ગ બંધ થઈ જાય છે તો દુનિયામાં ઓઈલને લઈને હાહાકાર મચી શકે છે.

આમ તો, રણનૈતિક રુપધથી હોરમુજ જળડરુમધ્ય તેલ વેપારનો સૌથી મહત્વનો રસ્તો માનવામાં આવે છે. તે હુમલા બાદ અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ વધી ગયો હતો. મામલો સૈન્ય તૈયારીઓ સુધી પહોંચી ગયો છે. ઈરાન અને અમેરિકામાં પહેલા જ તણાવ થયો હતો જેને ઘટાડવાને બદલે વધુ વધારી દેવાયો છે. અમેરિકાએ પોતાના તમામ લોકોને તુરંત ઈરાન છોડી દેવાના નિર્દેશ આપ્યા છે. ત્યાં જ ઈરાને સ્વિત્ઝર્લેન્ડના રાજદૂતને આ હુમલાને લઈને સમન્સ આપ્યા છે. આપને જણાવી દઈએ કે સ્વિત્ઝર્લેન્ડના રાજદૂત અમેરિકાના માટે કામ કરી રહ્યા છે.

હોરમુજ જળડરુમધ્ય, ફારસની ખાડીમાં છે. આ એક એવો મહત્વનો રસ્તો છે જે મધ્ય-પૂર્વના તેલ ઉત્પાદક દેશોને એશિયા, યુરોપ અને ઉત્તરી ઇમેરિકા અને તેનાથી પણ આગળ બજારો સાથે જોડે છે. આ ઈરાન અને ઓમાનના જળ વિસ્તારમાં આવે છે. સૌથી સાંકળા બિંદુ પર હોરમુજની પહોળાઈ ફક્ત 33 કિલોમીટરની છે. બંને દિશાઓમાં શિપિંગ લેન ફક્ત ત્રણ કિલોમીટર જાડી છે. આ ઓમાનની ખાડી તરફ જાય છે. જ્યાંથી જહાજ સુરી દુનિયામાં જાય છે. આ પુરી દુનિયાનો તેલ વેપારનો મોટો ટ્રાંઝિટ પોઈન્ટ છે.

આ હોરમુજ નો રસ્તો એટલે ચર્ચામાં આવ્યો કે 13 જુનએ ઓઈલના બે ટેંકર્સ પર હોરમુજ જલડમરુમધ્યના વચ્ચે અંદાજીત શંકાસ્પદ હુમલા થયા હતા. તમામ 44 નાવિકો અમેરિકી નૌસેનાની મદદથી સુરક્ષિત બહાર કઢાયા હતા. આ મામલાએ અમેરિકા અને ઈરાન વચ્ચેનો તણાવ વધારી દીધો હતો. આ શંકાસ્પદ હુમલા પહેલા અમેરિકાએ 12 મે એ સંયુક્ત અરબ અમીરાતના ફુજાઈરામાં સમુદ્રી જહાજો વચ્ચે ચાર ટેંકર્સ પર થયેલા હુમલા માટે ઈરાનને જવાબદાર ઠેરવ્યું હતું. જોકે ઈરાને કોઈ પણ હુમલાથી સાફ ઈન્કાર કરી દીધો હતો.

દરિયાઈ રસ્તા દ્વારા થતા એક તૃત્યાંશ ઓઈલના બિઝનેસને આ સમુદ્રી માર્ગની જરૂર પડે છે. યુનાઈટેડ સ્ટેટ્સ એનર્જી ઈન્ફોર્મેશન એડમિનિસ્ટ્રેશનનું આકલન છે કે 2016માં આ જળમાર્ગ પરથી પ્રતિ દિવસ 1.85 કરોડ બેરલ કાચુ તેલ લઈ જવાતું હતું. આ દરિયા દ્વારા એક જગ્યાથી બીજી જગ્યાએ જનાર કુલ ઓઈલનો અંદાજીત 30 ટકા જેટલો ભાગ છે. હાલ વૈશ્વિક બજારમાં આમ પણ ઓઈલને લઈને લગભગ પરેશાનીઓ છે. રોજ વૈશ્વિક બજારમાં આમ પણ હવે 10 કરોડ બેરલની જરૂરિયાત છે. તેના મુજબ ગણીત ગણીએ તો અંદાજીત 20 ટકા અહીંથી જ પસાર થાય છે. સાઉદી અરબ, સંયુક્ત અરબ અમીરાત, કુવૈત, ચીન, ભારત, જાપાન અને દક્ષિણ કોરિયામાં પણ આ જ માર્ગથી ઓઈલ પહોંચાડાય છે.