મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ ભારત સરકારે ફરી એક વાર 47 ચીની એપ્સ પર પ્રતિબંધ લાદી દીધો છે. આ એપ્સ તો પહેલા બેન કરાયેલા એપ્સના ક્લોન તરીકે કામ કરતી હતી. સરકારે આ અગાઉ 59 એપ્સ બેન કરી દીધી છે જેમાં ઘણી પોપ્યુલર એપ્સનો સમાવેશ થાય છે.

તેમાં ટીકટોક, વી ચૈટ, હેલોથી માંડીને અલી બાબા અને યુસી ન્યૂઝ, બ્રાઉઝર પણ શામેલ છે. સરકારના સૂત્રો મુજબ 250 આવી ચીની એપ્સ છે જેને નેશનલ સિક્યૂરિટી વાયોલેશનને લઈને તપાસ કરવામાં આવી શકે છે.

સૂત્રો મુજબ ચીની એપ્સની નવી લીસ્ટ તૈયાર કરવામાં આવી રહી છે અને તેમાં કેટલીક ટોપ ગેમિંગ એપ્સ પણ શામેલ છે. શક્ય છે કે આગામી લીસ્ટ આવ્યા પછી ભારતમાં ઘણી પોપ્યૂલર ચીની ગેમ્સ પણ બેન થઈ જાય.

એક મીડિયા રિપોર્ટ મુજબ આ વખતે 200થી વધુ એપ્સનું લીસ્ટ બનાવવામાં આવી રહ્યું છે જેમાં પબ્જી અને અલી એક્સપ્રેસ જેવી પોપ્યુલર એપ્સ પણ શામેલ છે. ભારતમાં આ એપ્સના કરોડો યૂઝર્સ છે.

રિપોર્ટ મુજબ આ એપ્સ ચીન સાથે કથિત રીતે ડેટા શેર કરી રહી છે અને આ કારણે સરકારી એજન્સીઓ તેનો રિવ્યૂ કરી રહી છે. હાલ સરકાર તરફથી નવી એપ્સ બેનને લઈને કોઈ સ્ટેટમેન્ટ જાહેર થયું નથી.

હવે સવાલ એ થઈ રહ્યો છે કે પબ્જીને પણ શું આ વખતે બેન કરી દેવાશે? કારણ કે પબ્જીના પણ ઘણા કનેક્શન્સ ચીન સાથે જોડાયેલા છે. જોકે તે એપને પુરી રીતે ચીની ન કહી શકાય.