મેરાન્યૂઝ નેટવર્ક.રાજકોટ : દેશભરમાં ગણપતિ મહોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે. ત્યારે શનિવારે ગણેશ ચતુર્થીના દિવસે ભારતીય ક્રિકેટર રવિન્દ્ર જાડેજાનાં પત્ની રિવાબાએ ગોબરમાંથી બનાવેલા ગણપતિની સ્થાપના કરી લોકો સમક્ષ અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે. પોતાના ઘરે કરાયેલા આ ગણપતિ સ્થાપનના ફોટાઓ સોશિયલ મીડિયામાં શેર કરી તેમણે ગોબરમાંથી બનતી વસ્તુનો ઉપયોગ કરવાના ફાયદાઓ જણાવ્યા છે. સાથે જ પ્રધાનમંત્રી મોદીને પણ યાદ કર્યા છે.

રિવાબાએ જણાવ્યું છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા રાષ્ટ્રીય કામધેનુ આયોગની સ્થાપના કરવામાં આવી છે. જેના પ્રથમ અધ્યક્ષ વલ્લભ કથીરિયા પણ મહત્વનું યોગદાન આપી રહ્યા છે. રાષ્ટ્રીય કામધેનુ આયોગનો મુખ્ય ઉદ્દેશ ગાય આધારિત ખેતીનો વધારો કરવાનું છે અને તેના થાકી અર્થતંત્રને મજબુત કરવાનું છે. તે માટે તેમણે લોકલ ફોર વોકલને પ્રોત્સાહન આપવાની પણ સલાહ આપી છે.