મેરાન્યૂઝ નેટવર્ક.રાજકોટ: ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર ક્રિકેટર એવા રવિન્દ્ર જાડેજા પત્ની રિવાબા સાથે દિલ્હી પહોંચ્યા હતા. જ્યાં તેમણે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ખાસ મુલાકાત કરી હતી. આ પ્રસંગની તસ્વીર ખુદ વડાપ્રધાન મોદીએ પોતાના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પર શેર કરી હતી. જેમાં વડાપ્રધાને આ મુલાકાત અદ્ભૂત હોવાનું જણાવ્યું હતું.

વડાપ્રધાન મોદીએ પોતાના ટ્વિટમાં લખ્યું હતું કે, "આજે સુપ્રસિધ્ધ ક્રિકેટર રવિન્દ્ર જાડેજા સહિત તેમના પત્ની રિવાબા સાથે સુંદર મુલાકાત કરી" મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રી અને રવિન્દ્ર વચ્ચે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ વિશે તેમજ તેમાં ભારતના મહત્વપૂર્ણ યોગદાન વિશે ચર્ચા થઈ હોવાનું સુત્રોમાંથી જાણવા મળ્યું હતું. 

ક્રિકેટર રવિન્દ્ર જાડેજા અને રિવાબા એ દિલ્હી ખાતે વડાપ્રધાન સાથે કરી મુલાકાત કરી હતી. વડાપ્રધાને મુલાકાતની તસ્વીર સોશ્યયલ મીડિયામાં સેર કરી હતી. મોદીએ આ મુલાકાતને અદભુત ગણાવી હતી.