મેરાન્યૂઝ નેટવર્ક.મુંબઈઃ ઈંદોરના હોલકર સ્ટેડિયમમાં ટીમ ઈન્ડિયાએ બાંગ્લાદેશને સીરીઝના પહેલા જ ટેસ્ટમાં એક ઈનિંગ અને 130 રનથી હરાવી દીધું. આ જીત સાથે ભારતીય ક્રિકેટ ટીમનો કેપ્ટન વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં એક ખાસ રેકોર્ડ પોતાના નામે કર્યો છે અને પૂર્વ કેપ્ટન એમ એસ ધોની અને મહમ્મદ અજરુદ્દીનને પછાડી દીધા છે.

બાંગ્લાદેશ સામે ઈંદોરમાં જીતના સાથે જ વિરાટ કોહલી સૌથી વધુ 10 વાર એક ઈનિંગમાં સામે વાળાને હરાવી દેનાર ભારતીય કેપ્ટન બન્યો છે. તેણે દિગ્ગજ કેપ્ટન ધોની અને મહોમ્મદ અઝરુદ્દીનને પાછળ છોડી દીધા છે. ધોનીએ એક ઈનિંગમાં નવ વખત અને અજહરએ આ કિર્તિમાન 8 વખત સ્થાપ્યો હતો.

આ ભારતની સતત છઠ્ઠી ટેસ્ટ જીત છે. આ સતત આઠમી તક પણ છે, જ્યારે ઈંદોરના હોલકર સ્ટેડિયમ ભારતીય ટીમની જીતના સાક્ષી બન્યું છે. સાથે સાથે વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં અવ્વલ ચાલી રહેલી ટીમ ઈન્ડિયાએ પોતાની બાદશાહતને વધુ મજબૂત કરી લીધી છે.

ભારીય ટીમે સતત ત્રીજી ટેસ્ટ એક જ ઈનિંગ અને રનના અંતરથી જીતી છે. ભારતે દક્ષિણ આફ્રિકાને પુણે ટેસ્ટમાં એક ઈનિંગ અને 137 રનથી હરાવ્યું હતું. ત્યાં આ જ સીરીઝમાં રાંચી ટેસ્ટને પણ ઈનિંગ અને 202 રનથી જીતી હતી. શનિવારે ઈંદોરના હોલકર મેદાન પર વિરાટ સેનાએ બાંગ્લાદેશને ઈનિંગ સાથે 130 રનથી પટકી દીધું હતું.

વિરાટ કોહલીએ ધોનીના એક ખાસ રેકોર્ડની પણ બરાબરી કરી લીધી છે. જે તેણે વર્ષ 2013માં બનાવ્યો હતો. ધોનીએ ત્યારે સતત છ ટેસ્ટ મેચ જીતી હતી. વિરાટે પણ આ ઉપલબ્ધી વેસ્ટઈંડિઝ, દ. આફ્રિકા અને બાંગ્લાદેશને હરાવીને હાંસલ કરી લીધી છે. ધોનીએ ઓસ્ટ્રેલિયા સામે ચાર અને વેસ્ટઈંડિઝ સામે બે ટેસ્ટ જીતી હતી. વિરાટે બે વિંડીંઝ સામે ત્રણ દ. આફ્રિકા સામે અને એક બાંગ્લાદેશ સામે ટેસ્ટ જીતીને ધોનીની બરાબરી કરી લીધી છે.