મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ ભારતીય સેનાની કાર્યવાહીમાં મોતને ભેટેલા આતંકીઓની લાશો હજુ પણ એલઓસી પર પડી છે. ભારતીય સેનાએ પાકિસ્તાનની સેનાને આ લાશો લઈ જવાનો પ્રસ્તાવ આપ્યો છે. ભારતે કહ્યું કે પાકિસ્તાની સેના સફેદ ઝંડા સાથે આવીને આ લોકોની લાશો લઈ જઈ શકે છે. પરંતુ પાકિસ્તાન તરફથી આ સંબંધે હજુ (આ લખાય છે ત્યાં સુધી) કોઈ જવાબ મળ્યો નથી. આપને જણાવી દઈએ કે, ભારતીય સેનાએ જ્મ્મુ કશ્મીરના કેરન સક્ટરમાં ફોરવર્ડ પોસ્ટ પર પાકિસ્તાની આર્મીના બીએટી (બોર્ડર એક્શન ટીમ)ના એટેકને નાકામ કરી દીધો હતો. આ દરમિયાન જવાબી એક્શનમાં પાકિસ્તાને ઓછામાં ઓછા 5 થી 7 સૈનિક અને આતંકીઓ માર્યા ગયા હતા.

ફોરવર્ડ પોસ્ટ પર હુમલાના પ્રયત્ન કરી રહેલા પાકિસ્તાની સૈનિકો અને આતંકવાદીઓની લાશો હજુ પણ એલઓસી પર છે. સેનાએ પુરાવાના ભાગે આ પૈકીની ચાર લાશોની સેટેલાઈટ તસવીરો પણ લીધી છે. વિશ્વસનિય સૂત્રોના મુજબ, પાકિસ્તાનની તરફથી કશ્મીરની શાંતિ ભંગ કરવાના સતત પ્રયત્નો થઈ રહ્યા છે. તે ફાયરિંગની આડમાં જૈશ એ મહોમ્મદના આતંકવાદીઓની ભાતમાં ઘૂસણખોરી કરાવવાના ફિરાકમાં છે.

રક્ષા પ્રવક્તા કર્નલ રાજેશ કાલિયાએ કહ્યું, કુપવાડા જિલ્લાના કેરન સેક્ટરની એક ફોરવર્ડ પોસ્ટ બીએટી હુમલાના પ્રયત્નને ત્યાં તૈનાત જવાનોએ નાકામ કરી દીધા છે. આ દરમિયાન જવાબી એક્શનમાં 5થી 7 પાક. આતંકી માર્યા ગયા છે. સૂત્રોએ કહ્યું છે કે 31 જુલાઈ અને 1 ઓગસ્ટ દરમિયાનની રાત્રીએ પાકિસ્તાનની કુખ્યાત બોર્ડર એક્શન ટીમે ઘાત લગાવીને હુમલો કર્યો હતો.

કર્નલ કાલિયાએ કહ્યું કે, ઓછામાં ઓછી 4 લાશો પાક સેનાના સ્પેશ્યલ સર્વિસ ગ્રુપ (એસએસજી)ના કમાન્ડોની હોઈ શકે છે. તે ભારતીય ચોકી નજીક પહોંચી ચુક્યા હતા. તે બાદ પાકિસ્તાની સૈનિકોએ ફાયરિંગ તેજ કરી દીધી જેથી. ભારતીય જવાન આતંકીઓની લાશોને કબ્જામાં ન લઈ શકે. સીમા પર સેનાની કાર્યવાહી હજુ પણ ચાલુ છે. પાકિસ્તાને પણ પોતાની તરફ એલઓસી પર સામાન્યથી વધુ સૈનિકોની તૈનાતી કરી દીધી છે.