મેરાન્યૂઝ નેટવર્ક, પુંછ: જમ્મુ-કાશ્મીરમાં આર્મીના જવાનો પર હુમલો કરવા માટે આતંકવાદીઓ દ્વારા રસ્તા પર ગોઠવવામાં આવેલ IED ને નષ્ટ કરવામાં આવ્યો છે.  

સોમવારે સાંજે પાંચ વાગ્યા આસપાસ મેંઢર-પુંછ માર્ગ પર કૃષ્ણા ખીણ વિસ્તારમાં એક રાહદારીએ રસ્તાના કિનારે એક સંદિગ્ધ વસ્તુ જોતા આર્મીને જાણ કરી હતી. આર્મીની બોમ્બ ડિફ્યુઝ ટીમ દ્વારા ઘટનાસ્થળે પહોંચી તપાસ કરતા લોખંડના એક ડબ્બામાં IED સેટ કરવામાં આવ્યો હતો. જેને આર્મીના જવાનોએ બ્લાસ્ટ કરી માર્ગને સુરક્ષિત બનાવ્યો હતો. આ માર્ગ પરથી આર્મીના જવાનોની હેરફેર રહે છે. આર્મીના જવાનો આઇઇડીને બ્લાસ્ટ કર્યાનો વીડિયો અહીં પ્રસ્તુત છે.