મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હી: પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને રાષ્ટ્રીય સુરક્ષા સમિતિની બેઠક બોલાવી બાલાકોટમાં આ પ્રકારનો હુમલો થયો હોવાનું નકારી દીધું છે. જો કે, ઈમરાને ક્હ્યું છે કે, પાકિસ્તાનની સેના અને પ્રજા કોઈ પણ સ્થિતિ માટે તૈયાર રહે.

પાકિસ્તાનમાં સંસદના સંયુક્ત સત્રને આવતીકાલે બોલાવામાં આવ્યું છે. આ સત્રમાં વિદેશ મંત્રી સદનને નેશનલ સિક્યોરિટી અને વર્તમાન સ્થિતિ વિશે માહિતી આપશે. જ્યારે આજે પાકિસ્તાનની સંસદમાં ઇમરાન ખાન વિરુદ્ધ શરમ કરો.. શરમ કરો...ના સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા.

તો બીજી તરફ પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાનની પાર્ટી તહરીક-એ-ઇન્સાફને એક ટ્‌વીટમાં જણાવ્યું છે કે, વડાપ્રધાન ઇમરાન ખાને પાકિસ્તાનની સેના અને લોકોને તમામ પ્રકારની કાર્યવાહી માટે તૈયાર રહેવાનું સૂચવ્યું છે.

પાકિસ્તાનમાં વડાપ્રધાન ઇમરાન ખાનના નેજા હેઠળ રાષ્ટ્રીય સુરક્ષા સમિતિની બેઠક બોલવાઈ હતી. આ બેઠકમાં તેમમે બાલાકોટ સ્ટ્રાઇકને નકારી દીધી હતી. પાકિસ્તાનના વિદેશ મંત્રીએ જણાવ્યું હતું કે, પાકિસ્તાનને સુરક્ષા અને આત્મરક્ષાનો અધિકાર છે. પાકિસ્તાન પોતાની નક્કી કરેલા સ્થળ અને જગ્યાએ બદલો લેશે. 

જ્યારે એર સ્ટ્રાઇક ઘટનાને પગલે પગલે પાકિસ્તાનના વિદેશમંત્રી શાહ મહેમૂદ કુરેશીએ પોતાનો જાપાન પ્રવાસને તાત્કાલિક અસરથી કેન્સલ કર્યો હતો અને ભારતના હુમલા અંગે સરકાર સાથે ખાસ ચર્ચાઓ કરી હતી.