મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ ભારતે પોતાને યુદ્ધ જેવી સ્થિતિને પહોંચી વળવા માટે દરેક સમયે તૈયાર રાખ્યું છે. આ ઉદ્દેશ્યથી ભારતીય વાયુસેનાએ રુસ સાથે એન્ટી ટેન્ક મિસાઈલ ‘ખત્રમ અટાકા’ ડીલ સાઈન કરી છે. ભારતનો પ્રયત્ન છે કે બાલાકોટ એર સ્ટ્રાઈક પછી જે રીતે ઘટનાક્રમ ભારત અને પાકિસ્તાન એર સ્ટ્રાઈક બાદ બંને દેશો વચ્ચે બન્યો હતો, તેવી સ્થિતિમાં કોઈ પણ સમયને પહોંચી વળવા માટે તૈયાર રહેવું જોઈએ. આ એન્ટી ટેન્ક મિસાઈલને એમઆઈ-35 એટેક ચોપર્સના બેડા સાથે જોડી દેવાશે.

સરકારના સૂત્રોએ એક ન્યૂઝ એજન્સી એએનઆઈને જણાવ્યું કે, એન્ટી ટેન્ક મિસાઈલ ખત્રમ અટાકાને અધિગ્રહિત કરવાની ડિલ એ શરત સાથે સાઈન થઈ છે કે દસ્તાવેજો પર હસ્તાક્ષર થયાના ત્રણ મહામાં જ તેનો સપ્લાય કરવો પડશે. અધિકારીએ કહ્યું કે બંને દેશોના વચ્ચે આ ડિલ અંદાજીત 200 કરોડ રૂપિયામાં ફાઈનલ થઈ છે. તે પછી ભારતના એમઆઈ-35 ચોપર્સ શત્રુના ટેન્ક અને બીજા હથિયારબંધ વાહનો પર હુમલો કરી શકશે.

એમઆઈ-35 ભારતીય વાયુસેનાના યુદ્ધ ચોપર છે. આ ચોપરને અમેરિકાના અપાચે ગનશિપ્સ સાથે રિપ્લેસ કરાશે. ભારત રશિયન મિસાઈલ માટેની આ ડિલની યોજના લાંબા સમયથી બનાવી રહ્યું હતું, પરંતુ એક દશકા બાદ આ ડિલ ખાસ શરત સાથે સાઈન થઈ ગઈ છે. ભારતીય વાયુસેનાને આ મામલામાં સૌથી વધુ મહત્વ આપવામાં આવ્યું છે, તે પછી ભારતીય જમીની સેનાનો નંબર છે.

આ અગાઉ ભારત રુસ વચ્ચે એસ 400 ડિફેન્સ સિસ્ટમની ખરીદી પણ ફાઈનલ થઈ ચુકી છે. એસ 400 રુસની સૌથી આધુનિક લાંબા અંતરની જમીનથી હવામાં ઠાર કરનાર મિસાઈલ રક્ષા પ્રણાલી છે. રુસ પાસેથી 2014માં આ પ્રણાસી ખરીદનાર ચીન સૌથી પહેલો દેશ હતો. ભારત અને રુસે ગત વર્ષે ઓક્ટોબરમાં પાચ અબજ ડોલરના એસ-400 વાયુ રક્ષા પ્રણાલી સોદા પર હસ્તાક્ષર કર્યા હતા.