મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ ભારત અત્યાર સુધી હથિયારોની આયાત જ કરતું આવ્યું હતું, પરંતુ હવે તેનાતી ઉલ્ટું નિકાસ કરવાની પણ તૈયારી કરી રહ્યું છે. ભારત અને દક્ષિણ પૂર્વ એશિયાઈ દેશો અને ખાડીના દેશોને મિસાઈલ્સની પહેલી ખેપનો નિકાસ આ વર્ષે કરવામાં આવશે. ઉચ્ચ ડિફેન્સ અધિકારીએ એક મીડિયાને જણાવ્યું હતું કે, દક્ષિણ પૂર્વ એશિયા અને ખાડીના દેશોની તરફથી રુચિ દર્શાવાયા બાદ આ નિર્ણય કરવામાં આવ્યો છે.

ઈમડેક્સ ઈન્ડિયા 2019 એગ્જિબિશનને સંબોધીત કરતાં બ્રહ્મોસ એરોસ્પેસના એચઆર કોમોડર એસકે અય્યરે કહ્યું કે, સરકારોના વચ્ચે કરાર પછી પહેલીવાર મિસાઈલ્સને એક્સપોર્ટ કરવામાં આવશે. તેમણે કહ્યું કે, આવા ઘણા દક્ષિણ પૂર્વ એશિયાઈ દેશ છે, જે આપણી મિસાઈલ્સને ખરીદવા માટે તત્પર છે.

અહીં ત્રણ દિવસીય કાર્યક્રમમાં તેમણે કહ્યું, આ આપણો પહેલો એક્સપોર્ટ હશે. તે સાથે જ આપણી મિસાઈલ્સમાં ખાડીના દેશ પણ રુચી દર્શાવી રહ્યા છે. ભારતીય ડિફેન્સ સેક્ટરના સમક્ષ દક્ષિણ પૂર્વ એશિયાઈ દેશો અને ખાડીના દેશોમાં નિકાસના સારા અવસર છે. ભારત-રુસ જોઈન્ટ વેંચર બ્રહ્મોસ અને ડિફેન્સ કંપની લાર્સન એન્ડ ટર્બોએ ઈમડેક્સ એક્જિબિશનમાં દક્ષિણ પૂર્વ એશિયાઈ બજારના માટે ઘણા રક્ષા ઉપકર્ણો રજુ કર્યા હતા.

તેમણે કહ્યું કે માર્કેટના ટ્રેન્ડમાં ઝડપથી બદલાવ થઈ રહ્યો છે. તે ઉપરાંત મિડલ ઈસ્ટ, સાઉથ ઈસ્ટ એશિયા અને સાઉથ અમેરિકાના દેશોમાં સક્ષમ, ઓછી કિંમત વાળા અને વિશ્વાસપાત્ર ઉપકર્ણોની માગ વધી છે. એવા હથિયારોની આપૂર્તિના મામલામાં ભારત પોતાની મજબૂત ભૂમિકા સ્થાપિત કરી શકે છે.