મેરાન્યૂઝ નેટવર્ક. મોડાસા : સમગ્ર રાજ્યમાં આજથી માર્ગ સલામતી માસની શરૂઆત કરવામાં આવી છે ત્યારે અરવલ્લી જિલ્લા આરટીઓ તેમજ જિલ્લા પોલિસ તંત્ર દ્વારા બાઇક રેલીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. મોડાસા ખાતે  એઆરટીઓ કચેરી ખાતેથી બાઇક રેલી નિકળી શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી લોકોને માર્ગ સલામતી અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા. આ સાથે જ આરટીઓ કચેરીમાં આયોજિત કાર્યક્રમમાં અરજદારોને માર્ગ સલામતી અંગે જાણકારી પણ આપવામાં આવી હતી. આ પ્રસંગે જિલ્લા એઆરટીઓ જે.કે.મોઢ, ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના પ્રમુખ ભરતભાઇ પરમાર, શહેરના અગ્રણી બીલ્ડર અને કમલેશ પટેલ, ટ્રાફિક પૉલિસના કર્મચારીઓ સહિત શહેરીજનો જોડાયા હતા. 

સમગ્ર દેશ અને ગુજરાતમાં અકસ્માત અંગેની આ માહીતી જાણો 
૧) ભારતમાં પ્રતિ વર્ષ 4,49,002, અને પ્રતિ દિન 1,230, માર્ગ અકસ્માતો થાય છે,
૨) જયારે ગુજરાતમાં પ્રતિવર્ષ 17,086 જયારે પ્રતિદિન 47 અકસ્માતોની ઘટના બને છે,
૩)માર્ગ અકસ્માત મૃત્યુ પ્રતિ વર્ષ ભારતમાં 1,51,113, 7,390 અને પ્રતિ દિન 414, જયારે માર્ગ અકસ્માતમાં મૃત્યુ ગુજરાતમાં પ્રતિવર્ષ 7390 અને પ્રતિદિન 20 થાય છે.

ભારતમાં સરેરાશ પ્રતિ મિનીટ 1 અકસ્માત અને પ્રતિ 4 મિનીટ 1 મૃત્યુ થાય છે, જેમાં ઉત્તરોતર ઘટાડો થયો છે અને હજુ પણ તેમાં ઘટાડો થાય તેવી કામગીરી સરકાર કક્ષાએથી કરવામાં આવી રહી છે.

માર્ગ અકસ્માતના મુખ્ય કારણો 
 ૧) માનવ ભૂલ, બેદરકારીભર્યું ડ્રાઈવિંગ અને ટ્રાફિક સિગ્નલનું ઉલ્લંઘન
 ૨) ગતિ મર્યાદાનો ભંગ
 ૩) રોડ સાઈનેઝીસનો અભાવ (ખાસ કરીને સ્પીડ બ્રેકર પર)
 ૪)  ખાડા/ભુવા, અયોગ્ય તીવ્ર વળાંક 
 ૫) હાઇવે મુખ્ય માર્ગોને સમાંતર આવેલ water bodies ઉપર સુરક્ષા પાળીનો પ્રભાવ
 ૬) ગેર કાયદેસર કટ 
 ૭)નાના માર્ગે જ્યાં મુખ્ય માર્ગને મળતા હોય ત્યાં TraffiC calming ના પગલાનો પ્રભાવ
૮) માર્ગ ઉપર મરામત. માર્ગનું વિસ્તરણ, પાઈપલાઈન નાખવા જેવા વિવિધ કામો દરમિયાન વર્ક ઝોન ટ્રાફિક મેનેજમેન્ટ પ્લાનને અનુસાર યોગ્ય ડાયવર્ઝન અને સાઈનેઝીસનો અભાવ