મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ અયોધ્યામાં રામ મંદિરના ભૂમિપૂજન પર પાકિસ્તાન ખિજાઈ ગયું છે જેને ભારતે હવે સણસણતો જવાબ આપ્યો છે. નવી દિલ્હીએ કહ્યું કે એક આતંકવાદી રાષ્ટ્ર પાસેથી આ જ આશા રાખી શકાય. સખ્ય પ્રતિક્રિયા વ્યક્ત કરતાં ભારતે આતંદવાદમાં સંલિપ્ત એક દેશના આવા મંતવ્ય પર આશ્ચર્ય વ્યક્ત ન કર્યું. પડોશી દેશને કટાક્ષ કરતાં ભારતે કહ્યું કે અમારા મામલામાં દખલ અને સાંપ્રદાયિક્તાને ઠેસ પહોંચાડવા માગે છે. આપને જણાવી દઈએ કે પાકિસ્તાને અયોધ્યામાં બાબરી મસ્જિદ સ્થળ પર બુધવારે થયેલા ભૂમિ પૂજનની આલોચના કરી હતી.

પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ એક નિવેદનમાં કહ્યું હતું કે, ભારતીય ઉચ્ચ ન્યાયાલયના ત્રુટિપૂર્ણ નિર્ણયને મંદિર નિર્માણનો માર્ગ મોકળો કર્યો, જે ન ફક્ત ન્યાય પર આશાની પ્રધાનતાને દર્શાવે છે, પણ આજના ભારતમાં વધતા બહુસંખ્યાવાદને પણ બતાવે છે જ્યાં અલ્પસંખ્યકો, વિશેષ રુપે મુસ્લમાનો અને તેમના પૂજા સ્થળો પર હુમલો વધારી રહ્યા છે.

તેના વિદેશ કાર્યાલયે કહ્યું કે, કોરોના વાયરસ ચેપ દરમિયાન બાબરી મસ્જિદ સ્થળ પર મંદિરના નિર્માણમાં ઉતાવળ દર્શાવે છે કે ભારતમાં મુસ્લિમો કેવી રીતે હાંસિયામાં છે. ભારતે પહેલા જ આ મુદ્દે પાકિસ્તાનની 'અનિચ્છનીય અને બિનજરૂરી ટિપ્પણી' નામંજૂર કરી દીધી છે. વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે, 'ભારતના સુપ્રીમ કોર્ટનો નિર્ણય ભારતનો સંપૂર્ણ આંતરિક મામલો છે.

આપને જણાવી દઈએ કે અયોધ્યાના રામ મંદિર ભૂમિપૂજન પર પાકિસ્તાને ગરમ મરચું લાગ્યું છે. પાકિસ્તાનના બડબડિયા રેલ્વે મંત્રી શેખ રશીદે કહ્યું છે કે, ભારત હવે ધર્મનિરપેક્ષ દેશ નથી પરંતુ રામ નગરમાં પરિવર્તિત થઈ ગયું છે. રાશિદે કહ્યું હતું કે, પ્રાચીન કાળના બિનસાંપ્રદાયિક દેશો હવે આખા વિશ્વમાં નાશ પામ્યા છે અને ભારત હવે 'શ્રી રામના હિંદુ ધર્મ' નો દેશ બની ગયો છે. ભારતે સ્પષ્ટ જવાબ આપી દીધો છે કે, ભારતના આંતરિક મામલાઓથી દૂર રહે, જોકે એક આતંકવાદી રાષ્ટ્ર પાસેથી આવી જ અપેક્ષા હતી. અમારા દેશની સાંપ્રદાયિક્તાને ઠેસ ન પહોંચાડે.