મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ આમ તો ઘણી બધી બાબતોમાં ભારત નંબર વન છે, જોકે તેવી ઘણી બાબતોમાં નેતાઓ ઢોલ વગાડી વગાડીને જાણકારી આપશે પરંતુ ભારતની એશિયામાં ભ્રષ્ટાચારની બાબતમાં પણ સ્થિતિ સૌથી ખરાબ છે. અહીં ઘૂસખોરી દર 39 ટકા છે. ટ્રાંસપરન્સી ઈન્ટરનેશનલના એક સર્વે મુજબ, ફક્ત 47 ટકા લોકો માને છે કે ગત 12 મહિનાઓમાં ભ્રષ્ટાચાર વધ્યો છે. જ્યારે 63 ટકા લોકોનું માનવું છે કે સરકાર ભ્રષ્ટાચાર સામે લડવામાં સારા કામ કરી રહી છે. સર્વે અનુસાર ભારતમાં સરકારી સુવિધાઓ માટે 46 ટકા લોકો ખાનગી કનેક્શન્સનો ટેકો લેતા હોય છે. રિપોર્ટ કહે છે કે લાંચ આપનારા અંદાજીત અડધા લોકો પાસે ઘૂસ માગવામાં આવી હતી. ત્યાં જ પોતાની ઓળખાણ લગાવીને કામ કરનારાઓમાંથી 32 ટકા લોકોનું કહેવું છે કે જો આવું નથી કરતાં તો કામ નથી થતું.

ભારત પછી સૌથી વધુ ઘૂસખોરી કમ્બોડિયામાં છે જ્યાં 37 ટકા લોકો લાંચ આપે છે. 30 ટકાના સાથે ઈંડોનેશિયા ત્રીજા નંબર પર છે. માલદીવ અને જાપાનમાં ઘૂસણખોરીના દર પુરા એશિયામાં સૌથી ઓછી છે જ્યાં ફક્ત 2 ટકા લોકો જ આવું કરે છે. દક્ષિણ કોરિયા અને જાપાનની સ્થિતિ પણ ઘણી સારી છે. ટ્રાન્સપેરેંસી ઈન્ટરનેશનલના સર્વે મુજબ પાકિસ્તાનને આ સર્વેમાં શામેલ કરવામાં આવ્યું નથી.

'ગ્લોબલ કરપ્શન બૈરોમીટર-એશિયા'ના નામથી જાહેર પોતાની સર્વે રિપોર્ટમાટે ટ્રાન્સપરેંસી ઈંટરનેશનલએ 17 દેશોના 20 હજાર લોકોને સવાલો કર્યા હતા. આ સર્વે જુન અને સપ્ટેમ્બર મહિના દરમિયાન થયો હતો. તેમની પાસેથી ગત 12 મહિનાઓમાં ભ્રષ્ટાચારના અનુભવોની જાણકારી માગવામાં આવી હતી. સર્વેમાં છ પ્રકારની સરકારી સેવાઓને શામેલ કરવામાં આવી હતી. રિપોર્ટ મુજબ દરેક ચારમાંથી ત્રણ લોકો માને છે કે તેમના દેશમાં સરકારી ભ્રષ્ટાચાર એક મોટી સમસ્યા છે. દરેક ત્રણમાંથી એક વ્યક્તિ પોતાના સાંસદોને સૌથી ભ્રષ્ટ વ્યક્તિ તરીકે જુઓ છે. મલેશિયા, ઈંડોનેશિયા અને થાઈલેન્ડમાં સેક્યુઅલ એક્સ્ટોર્શનના મુદ્દાને પણ રિપોર્ટમાં મુખ્ય રીતે લેવામાં આવ્યો છે.

ભારતમાં જે લોકોનો સર્વે થયો, તેમાંથી પોલીસના સંપર્કમાં આવેલા 42 ટકા લોકોએ ઘૂસ આપી, ઓળખ પત્ર જેવા સરકારી દસ્તાવેજો મેળવવા માટે 41 ટકા લોકોને ઘૂસ આપવી પડી હતી. ઓળખાણનો ઉપયોગ કરી કામ કાઢી લેવાના મામલામાં સૌથી વધુ પોલીસ (39 ટકા), આઈડી હાંસલ કરવા માટે (42 ટકા), કોર્ટના મામલામાં (38 ટકા) લોકો જોડાયેલા રહ્યા. રિપોર્ટમાં એક ચિંતાજનક આંકડો એ પણ અપાયો છે કે ભ્રષ્ટાચારની જાણકારી આપવી તે બાબત મહત્વની છે પરંતુ 63 ટકા લોકો તેના અંજામથી ડરે છે.