મેરાન્યૂઝ નેટવર્ક.ચંદીગઢઃ પંજાબના મુખ્યમંત્રી અમરિંદર સિંહએ ત્રણ નવા ખેડૂત કાયદાઓની સામે વિરોધ પ્રદર્શન અંતર્ગત સોમવારે ધરણા આપ્યા છે. આ દરમિયાન તેમણે કેન્દ્ર સરકાર પર હુમલો કરતાં પુછ્યું કે એમએસપીને ધારાસભ્યોમાં શામેલ કેમ નહીં કરાઈ? ન્યૂઝ ચેનલ એનડીટીવી સાથે વાતચિતમાં કેપ્ટનએ કહ્યું કે દિલ્હીમાં આજે સવારે ટ્રેક્ટર સળગાવવામાં આવ્યું તે લોકોનો ગુસ્સો બતાવે છે. આ દર્શાવે છે કે લોકો શું અનુભવી રહ્યા છે. તેમનો ગુસ્સો દેખાઈ રહ્યો છે. ખેડૂતોને નથી ખબર કે હવે તેમની ઉપજ કોણ ખરીદવા જઈ રહ્યું છે.

અમરિંદર સિંહે સોમવારે શહીદ ભગત સિંહના પિતૃક ગામમાં પોતાના ધરણા પ્રદર્શન દરમિયાનની ઘટના પર પ્રદર્શન કારીઓનો બચાવ કરતાં કહ્યું કે, જો મારું ટ્રેક્ટર છે અને હું તેને સળગાવી દઉં... તો બીજાને શું સમસ્યા થઈ રહી છે?

પંજાબના મુખ્યમંત્રીએ પત્રકારોને કહ્યું કે, 'આઈએસઆઈ (પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી) હંમેશા ભરતી માટે અહીં કાવતરું કરે છે. મારી સરકાર ત્રણ વર્ષથી સત્તામાં છે, જે દરમિયાન લગભગ 150 આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી છે અને 700 હથિયારો કબજે કરવામાં આવ્યા છે. પંજાબ થોડા સમય માટે શાંત હતો, પરંતુ હવે તેણે (કેન્દ્ર) આ કર્યું છે (કૃષિ બિલ પસાર કર્યું છે). જો તમે લોકો પાસેથી તેમનો ખોરાક છીનવી લેશો, તો શું તેઓ ગુસ્સે નહીં થાય? તેઓ આઈએસઆઈના નિશાન બનશે.

તેમણે કહ્યું કે 'કેન્દ્ર સરકારે જે કર્યું છે તે દેશ વિરોધી છે'. રવિવારે તેમણે કહ્યું હતું કે તેમની સરકાર જોશે કે રાજ્યના આ વિવાદિત કાયદાઓથી ખેડૂતોને બચાવવા રાજ્યના કાયદામાં કેટલાક ફેરફાર કરી શકાય છે કે કેમ. તેમણે એક નિવેદન બહાર પાડીને કહ્યું હતું કે 'અમે કૃષિ અને કાનૂની નિષ્ણાતો અને કેન્દ્ર સરકારના આ કાયદાથી પ્રભાવિત લોકોની સલાહ લઈ ચૂક્યા છીએ, જેથી આગળનાં પગલાં નક્કી કરી શકાય.'