મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ એઈમ્સ પ્રમુખ ડો રણદીપ ગુલેરિયાએ દેશમાં કોરોના સંક્રમણની વધી રહેલી ઝડપ ચિંતાનું કારણ હોવાનું જણાવ્યું છે. તેમણે કહ્યું કે 'ભારતની આર વેલ્યૂ' વધી રહી છે, અને આ ચિંતાનો વિષય છે. તેમણે દેશના કેટલાક વિસ્તારોમાં ત્વરિત નિયંત્રણ રણનીતિઓની જરૂરીયાતો પર જોર આપ્યું છે. ત્રીજી લહેર પર ચિંતાના વચ્ચે તેમનું આ નિવેદન આવ્યું છે એઈમ્સ પ્રમુખે કહ્યું કે, 96થી શરૂ થઈને 1 સુધી જવું, આર વેલ્યૂમાં વૃદ્ધી ચિંતાનું કારણ છે. સીધા શબ્દોમાં કહીએ તો તેનો મતલબ છે કે એક કોવીડ સંક્રમિત વ્યક્તિથી સંક્રમણ ફેલાવાની સંભાવનાઓ વધી ગઈ છે. ડો. ગુલેરિયાએ સમજાવ્યું કે જે વિસ્તારોમાં આ વધારો જોવાયો છે, તેમાં પ્રતિબંધો લાવવા જોઈએ અને ટ્રાન્સમિશનની ચેન તોડવા માટે ટેસ્ટ, ટ્રેક અને ટ્રીટ રણનીતિ અપનાવવી જોઈએ. આર ફેક્ટર અથવા સંખ્યા એક વાયરસની અસરકારક સંક્રમણ સંખ્યા દર્શાવે છે.
એનડીટીવી સાથે તેમણે વાત કરતી વખતે આ બધી જાણકારીઓ આપી હતી. શુક્રવારે દેશમાં 44,230 નવા કોરોના ચેપ નોંધાયા છે. ત્રણ અઠવાડિયામાં એક દિવસમાં નોંધાયેલો આ સૌથી વધુ આંકડો છે. કેરળ અને કેટલાક પૂર્વોત્તર રાજ્યોમાં કેસોમાં નવો વધારો ચિંતાજનક છે. સરકારે શનિવારે કહ્યું કે દેશના 46 જિલ્લાઓમાં રિકવરી રેટ 10 ટકાથી વધુ છે.
આ અઠવાડિયે એક રિપોર્ટમાં યુએસ હેલ્થ ઓથોરિટી સેન્ટર્સ ફોર ડિસીઝ કન્ટ્રોલ એન્ડ પ્રિવેન્શન (સીડીસી) ને ટાંકીને કહેવામાં આવ્યું છે કે કોરોનાવાયરસનું ડેલ્ટા વર્ઝન વાયરસના અન્ય તમામ વર્ઝન કરતાં વધુ ગંભીર બીમારીનું કારણ બની શકે છે અને ચિકનપોક્સ જેટલી સરળતાથી ફેલાય છે.
તેને ભારતીય સંદર્ભમાં સમજાવતાં ડોક્ટર કહે છે, ચિકનપોક્સમાં 8 કે વધુનું આર ફેક્ટર હોય છે, જેનો અર્થ કે એક વ્યક્તિ આઠ અન્ય વ્યક્તિઓને સંક્રમણ આપી શકે છે. આવી જ રીતે ખબર પડી છે કે આ વાયરસ વધુને વધુ સંક્રમીત કરે છે. અમે જોયું છે કે બીજી લહેરમાં પુરો પરિવાર સંક્રમિત થઈ રહ્યો હતો. ચિકનપોક્સ સાથે પણ આવું જ થાય છે. આવી રીતે જ્યારે એક વ્યક્તિનું ડેલ્ટા વેરિયન્ટથી સંક્રમિત હોય છે. તો પુરો પરિવાર અસુરક્ષિત હોય છે.
ડો. ગુલેરિયાએ આગળ ભાર મુક્યો કે કેરળથી આવનારા લગભગ 50 ટકા નવા કોવીડ કેસ સાથે સંક્રમણમાં વૃદ્ધીનું મુલ્યાંકન કરવાની જરૂર છે. શરૂઆતમાં કેરળે મહાારીને સારી રીતે આયોજન કરીને બીજાઓના માટે એક ઉદાહરણ પુરું પાડ્યું હતું. તેમની પાસે એક સારું રસીકરણ અભિયાન પણ હતું. તેના છત્તાં દેશના અન્ય હિસ્સાઓથી અલગ અલગ રીતે એક સ્પાઈક જોવા મળી રહ્યો છે. તેના મુલ્યાંકનની જરૂર છે. તેમણે કહ્યું કે કર્ણાટક અને તમિલનાડુ જેવા પડોશી રાજ્યોને પણ સંક્રમણની ચેન તોવા માટે આક્રમણ પરીક્ષણ રણનીતિ અપનાવવાની જરૂર છે.