મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ વારંવાર શાંતિની વાતો કરીને ચીનીઓ પોતાનો અસલી રંખ ઘણીવાર બતાવી ગયા છે. વધુ એક વાર ભારતીય સીમામાં ઘૂસણખોરી કરવાની હરકત કરી છે. ભારત અને ચીન વચ્ચે ગત વર્ષે મે મહિનામાં શરૂઆતથી જ સીમાઓ પર ઘર્ષણ થયા હતા. આ દરમિયાન ફરીથી ભારત અને ચીનના જવાનો વચ્ચે વાસ્તવિક નિયંત્રણ રેખા (એલએસી) પર એન્કાઉન્ટર થયું હોવાની વિગતો સામે આવી છે.

પ્રાપ્ત જાણકારીઓ અનુસાર આ ઘર્ષણ સિક્કિમના નાકુલામાં થયું છે ત્યારે પીપુલ્સ લિબરેશન આર્મી (પીએલએ)એ સૈનિકોને યથાસ્થિતિને બદલવાના પ્રયત્નો કર્યા હતા. જે પછી સૈનિકોએ ભારતીય ક્ષેત્રમાં વધવાના પ્રયયત્નો કર્યા હતા. સીમા પર તૈનાત ભારતીય સેનાના ચોક્કસ જવાનોએ તરત કાર્યવાહી કરી અને તેમને રોકી લીધા છે. આ ઘટનામાં 20 ચીની સૈનિકો ઘાયલ થવાના અહેવાલ મળી રહ્યા છે.


 

 

 

 

 

પ્રાપ્ત માહિતી અનુસાર ત્રણ દિવસ પહેલા નાકુલામાં ભારત અને ચીની સૈનિકો વચ્ચે એન્કાઉન્ટર થયું હતું. તેમાં ભારતીય સેનાના ચાર જવાન જ્યારે ચીનના 20 સૈનિક ઘાયલ થઈ ગયા છે. ભારતીય જવાનોએ ન ફક્ત ચીનના મનસુબાઓ પર પાણી ફેરવ્યું પરંતુ પીએલએના સૈનિકોને પણ પાછા ખદેડી મુક્યા છે. હાલ સીમા પર સ્થિતિ તણાવગ્રસ્ત પણ સ્થિર છે. ભારતીય સેનાના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે ભારતીય વિસ્તારના સાથે તમામ પોઈન્ટ પર વાતાવરણની સ્થિતિ ખરાબ હોવા છતાં સખત ચોકસાઈ રાખવામાં આવી રહી છે.

સીમા પણ ચાલી રહેલા તણાવને લઈને રવિવારે મોલ્ડોમાં ભારત અને ચીનના નવમા પ્રવાદની કોર્પ્સ કમાંડર સ્તરની ચર્ચા કરાઈ હતી જે મોડી રાત્રીના અઢી વાગ્યા સુધી ચાલી હતી. 15 કલાક ચાલેલી આ વાતચિતમાં સીમા પર તણાવ ઓછો કરવાને લઈને ચર્ચા થઈ હતી. વાર્તાના દરમિયાન ભારતે તે બાબત પર ચર્ચા કરી કે અથડામણ વાળા વિસ્તારોમાં ડિસઈંગેજમેન્ટ અને ડી-એસ્કેલેશનની પ્રક્રિયાને આગળ વધારવાનું ચીનના ઉપર છે.