મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હી: એજાઝ પટેલે રચ્યો ઈતિહાસઃ ટેસ્ટ ક્રિકેટમાં ઈતિહાસનું પુનરાવર્તન કરતા એજાઝ પટેલે એક ઈનિંગમાં સંપૂર્ણ 10 વિકેટ ઝડપી છે. ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં તે એક દાવમાં 10 વિકેટ લેનારો વિશ્વનો ત્રીજો બોલર બની ગયો છે. પટેલ પહેલા આ કરિશ્મા ટેસ્ટ ક્રિકેટમાં અનિલ કુંબલે અને ઈંગ્લેન્ડના જિમ લેકરે કર્યો હતો. કુંબલેએ 1999માં દિલ્હીના ફિરોઝ શાહ કોટલા મેદાનમાં પાકિસ્તાન સામે આ કારનામું કર્યું હતું. તે જ સમયે, ઇંગ્લેન્ડના જિમ લેકરે એક ઇનિંગમાં તમામ 10 વિકેટ લીધી હતી. 1956માં લેકરે ઓસ્ટ્રેલિયા સામે એક ઇનિંગમાં 10 વિકેટ લીધી હતી.

ઈન્ડિયા અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ઓવરઓલ કુલ 61 ટેસ્ટ મેચ રમાઈ છે, જેમાંથી ભારતે 21 અને ન્યૂઝીલેન્ડે 13 મેચ જીતી છે, જ્યારે આ બંને વચ્ચે 27 મેચ ડ્રો રહી છે. ભારતમાં આ બંને ટીમ વચ્ચે કુલ 35 મેચ રમાઈ છે, જેમાં ઈન્ડિયન ટીમે 16 તથા ન્યૂઝીલેન્ડે 2 મેચ જીતી છે. આ દરમિયાન કુલ 17 મેચ ડ્રો પણ રહી છે.

Advertisement


 

 

 

 

 

વિરાટ ખરાબ અમ્પાયરિંગનો શિકાર!.. 

ઈન્ડિયા અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાઈ રહેલી બીજી ટેસ્ટ મેચમાં વિરાટની વિકેટ બાદ ભારે વિવાદ સર્જાયો હતો.  વિરાટ કોહલીના બેટની ઈન્સાઈડ એડ્જ લીધા પછી બોલ પેડ પર વાગ્યો હોવા છતાં તેને LBW આઉટ આપ્યો હોવાની ચર્ચાએ જોર પકડ્યું હતું.

મયંક અગ્રવાલે પોતાની ટેસ્ટ કારકિર્દીની ચોથી સદી 196 બોલમાં પૂરી કરી છે. તેણે 13 ઇનિંગ્સ બાદ આ સદી ફટકારી છે. 

રિદ્ધિમાન સાહાએ 17 બોલ પછી સિક્સર વડે પોતાનું ખાતું ખોલાવ્યું હતું.

અક્ષર પટેલે પોતાની ટેસ્ટ કરિયરની પ્રથમ ફિફ્ટી લગાવી. મયંક અગ્રવાલના 150 રન અને અક્ષર પટેલની લડાયક 52 રનની ઈનિંગ્સે 325 રનનો સ્કોર ઉભો કર્યો છે