મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ ઈન્કમ ટેક્સ વિભાગના અધિકારી શુક્રવારે ન્યૂઝ સાઈટ ન્યૂઝક્લીક અને ન્યૂઝલોન્ડ્રીની ઓફીસ પહોંચ્યા છે. તેમણે આને રેડ નહીં પણ સર્વે કહ્યો છે. ઈન્કમ ટેક્સ વિભાગે પૃષ્ટી કરી છે કે ઓફીસર આ ન્યૂઝ ચેનલના દક્ષિણી દિલ્હી સ્થિત ઓફિસ સર્વે કરવા માટે ગયા હતા. ન્યૂઝ એજન્સી પ્રેસ ટ્રસ્ટ ઈંડિયા અનુસાર, અધિકારીઓએ કહ્યું કે વિવિધ ટેક્સ પેમેન્ટનું વર્ણન કે સંસ્થા તરફથી આપવામાં આવેલા વર્ણનની પૃષ્ટી માટે આવું કર્યું હતું.

એક ન્યૂઝ એજન્સીના જણાવ્યા અનુસાર અધિકારીઓએ કહ્યું કે, આ વિવિધ કર ચૂકવણીની વિગતો ચકાસવા અને સંસ્થાઓ દ્વારા આપવામાં આવેલી વિગતોની ચકાસણી કરવા માટે કરવામાં આવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે અધિકારીઓ આ બે પોર્ટલના વ્યાપાર પરિસરની તપાસ કરી રહ્યા છે. નોંધનીય છે કે આ વર્ષે ફેબ્રુઆરીમાં, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે મની લોન્ડરિંગ વિરોધી કાયદા હેઠળ ન્યૂઝ ક્લાઇવ અને તેના સ્થાપકો સામે દરોડા પાડ્યા હતા. એજન્સી મુજબ, નાણાં વર્ષ 2018-19 દરમિયાન પીપીકે ન્યૂઝક્લિક સ્ટુડિયોને વર્લ્ડવાઈડ મીડિયાહોલ્ડિંગ્સ એલએલસી યુએસએ પાસેથી 9.59 કરોડ રૂપિયાનું સીધું વિદેશી રોકાણ (એફડીઆઈ) મળ્યું હોવાનો આરોપ લગાવતા દિલ્હી પોલીસની એફઆઈઆરમાંથી મની લોન્ડરિંગ કેસ પ્રકાશમાં આવ્યો હતો.