મેરાન્યૂઝ નેટવર્ક.સુરત: પીપોદરામાં એક ઓઇલ વેપારી પાસેથી 4.50 લાખ રૂપિયાની લાંચ લેનારા સુરત રેન્જ આઇજીપીની ઓફિસમાં ફરજ બજાવનારા એએસઆઈ મહાદેવ કિશનરાવ સેવાઇકર અને ખાનગી વ્યક્તિ વચેટિયો વિપુલ બલરની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે સુરત જિલ્લા પોલીસની લોકલ ક્રાઇમ બ્રાન્ચમાં ફરજ બજાવતા દીપેશ મેસુરિયાને વોન્ટેડ દર્શાવાયો છે. પોલીસે તપાસ કરી તો વિપુલની ઓફિસમાંથી રોકડા બે લાખ હાથ લાગ્યા હતા. જે તપાસના કામે કબજે કરવામાં આવ્યા છે. આ ઉપરાંત એએસઆઈ મહાદેવ સેવાઈકરની સ્ક્રોપિયો ગાડી પણ કબજે કરવામાં આવી છે. હાલ ત્રણેયના નિવાસસ્થાને સર્ચની કામગીરી ચાલી રહી છે. આ કામગીરી પૂર્ણ થયા બાદ ચિત્ર સ્પષ્ટ થશે.

કાચા ઓઈલના દીપેશ મેસુરિયા પીપોદરા વિસ્તારમાં કાચા ઓઇલનો  ઓઈલનો વેપપાર કરનારાને ત્યાં થોડા દિવસ પૂર્વે મહાદેવ ખાનગી ગાડીમાં પહપોંચ્યો હતો અને રૂ. બે લાખની માગણી કરી હતી.ત્યાર બાદ વચેટિયા વિપુલ અશોક બલરે આ વેપારીને ફોન કરી મામલો પતાવવાની વાત કરી હતી. આખરે વેપારી, મહાદેવ અને વિપુલ મળ્યા હતા.  જ્યાં રૂ. 4.50 લાખ આપવાનું નક્કી કર્યું હતું.

એસીબીની સુરત એકમના મદદનીશ નિયામક નિરવસિંહ ગોહીલે જણાવ્યું હતું કે મહાદેવ કિશનરાવ સેવાઇકરે રૂ. બે લાખ તેમજ એલસીબીના કોન્સ્ટેબલ દીપેશ મેસુરિયાએ બે લાખની માગણી કરી હતી. જ્યારે વચેટિયાના રૂ. 50 હજાર આ રીતે કુલ રૂ. 4.50 લાખની રકમ નક્કી કરી હતી. આ રકમ વેપારી આપવા માગતા ન હોવાથી વેપારીએ એસીબીની મુખ્ય કચેરી અમદાવાદ ખાતે ઉચ્ચ અધિકારીનો સંપર્ક કર્યો હતો. જ્યાંથી એક ખાસ ટીમ આવી હતી અને લાંચનું છટકું ગોઠવ્યું હતું. જેમાં મહાદેવ કિશનરાવ અને વિપુલ બલર રંગે હાથ ઝડપાઈ ગયા હતા. જે બન્નેનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવતા બન્નેની શુક્રવારે બપોરે સત્તાવાર રીતે ધરપકડ કરવામાં આવી છે. જ્યારે દીપેશ મેસુરિયાને પકડી પાડવાનાં ચક્રો ગતિમાન કર્યાં છે. વધુ તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર એ.કે. ચૌહાણ કરી રહ્યા છે.