મેરાન્યૂઝ નેટવર્ક.ગોંડલ : વોરા કોટડા રોડ ઉપર આવેલ સબ જેલમાં અમદાવાદથી આવેલ ઝડતી સ્કોડનાં જેલર દેવસીભાઈ કરંગીયા, હિતેન પટેલ, વિક્રમજી ઠાકોર, રિજવાનભાઈ ગોરી, રણજીતભાઇ ઠાકોર, કમલેશભાઈ ગરૈયા અને સુરપાલસિંહ સોલંકી એ રાત્રીના સમયે કલાકે ચેકીંગ કરતાં 5 મોબાઈલ, એક ડોંગલ બિનવારસી મળી આવતાં કબ્જે લઇ તપાસ હાથ ધરી હતી.

સબજેલની અંદરનાં બગીચામાં મોબાઈલ અને ડોંગલ બિનવારસી મળી આવ્યાં હતા. ત્યારે પ્રતિબંધિત મોબાઈલ ફોન જેલની અંદર કેવી રીતે પહોંચાડવામાં આવ્યાં? તેમજ મોબાઈલ ઘુસાડવામાં જેલ ખાતાના કોઈ કર્મચારી કે અન્ય કોઇની સંડોવણી છે કે કેમ આ અંગે ઉંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે.