મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ ઈવીએમની વિશ્વસનીયતા પર વિપક્ષની ચિંતાને વિદેશોમાં પણ અવાજ મળ્યો છે. આફ્રિકાના બોત્સવાનામાં આ સમયે જોરદાર રાજકીય ચર્ચા ચાલી રહી છે કે ચૂંટણીમાં ઈવીએમનો ઉપયોગ કરવો કે નહીં. આ ઈવીએમ ભારતમાં બન્યા છે. દેશની મુખ્ય વિપક્ષી દળ બોત્સવાના કોંગ્રેસ પાર્ટી સરકારના તે નિર્ણયનો વિરોધ કરતાં કોર્ટમાં ગઈ છે જે અંતર્ગત સરકાર નિયમોને બદલીને ચૂંટણીમાં ઈવીએમ ઉપયોગ કરવા માગે છે. ઈકોનોમિક ટાઈમ્સના રિપોર્ટ અનુસાર બોત્સવાનાની સરકાર અને ચૂંટણી પંચને ભારતના ચૂંટણી પંચને દરખાસ્ત કરી છે કે તે ત્યાં કોર્ટમાં હાજર થાય અને કોર્ટને જણાવે કે ઈવીએમ મશીનો સાથે કોઈ પ્રકારની છેડછાડ નહીં કરી શકાતી. બોત્સવાનાની સરકાર ઈચ્છે છે કે ભારતના ચૂંટણી પંચમાં દર્શાવાયેલા ઈવીએમ અને વીવીપેટ મશીન કેવી રીતે કામ કરે છે, તથા તેમાં છેડછાડ સંભવ નથી. બુધવારે 30 મેએ બોત્સવાનાના એક પ્રતિનિધિમંડળ નવી દિલ્હીમાં ચૂંટણી પંચની ઓફીસમાં પહોચ્યું હતુ અને ઈવીએમના કેટલાક સેમ્પલ માગ્યા હતા.

તેવું પહેલીવાર નથી કે જ્યારે ભારતમાં બનેલા વોટિંગ મશીનો બોત્સવાનામાં વિવાદ ઊભા કરતા હોય. 2017માં આવેલી માહિતી પ્રમાણે બોત્સવાનામાં ઈવીએમ હેકોથોન આયોજીત કરાયા હતા. 2017માં ભારતમાં પણ ઘણા રાજકીય દળોએ ઈવીએમ પર સવાલ ઉઠાવ્યા હતા. ભારતમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને આપના બીજા નેતાઓએ કહ્યું હતું કે જ્યારે બોત્સવાનામાં ઈવીએમને સાર્વજનીક રીતે ટેસ્ટ કરી શકાયા હોય તો ભારતમાં કેમ નહીં. જોકે અધિકારીઓએ કહ્યું કે જે ઈવીએમ મશીનોથી ત્યાં હેકોથોન કરાયું હતું, તે ઈવીએમ ભારતમાં નથી બન્યા. સરકારી કંપની ભારત ઈલેક્ટ્રોનિક્સ લી.એ કહ્યું કે તે ફક્ત એવું કહી શકે છે કે ઈવીએમ મશીન કેવી રીતે કામ કરે છે. ઉલ્લેખનીય છે કે ઈવીએમ બનાવવાવાળી બે કંપનીઓમાં એક ભારત ઈલેક્ટ્રોનિક્સ લી. પણ સામેલ છે.