મેરાન્યૂઝ નેટવર્ક.સુરતઃ સુરત શહેર પોલીસના ઇતિહાસમાં પ્રથમ ઘટના બની છે કે ક્રાઇમ બ્રાંચમાં મહિલા પોલીસ ઇન્સ્પેક્ટરની નિમણૂક કરવામાં આવી છે. અડાજણ પોલીસ મથકમાં ફરજ બજાવતાં મહિલા પીઆઇની ક્રાઇમ બ્રાંચમાં નિમણૂક કરવામાં આવી છે.

અડાજણ પોલીસ મથકમાં ફરજ બજાવતા એ.કે. ચૌહાણની ક્રાઇમ બ્રાંચમાં નિમણૂક કરાઈ છે. જ્યારે તેમના સ્થાને નવસારીથી બદલીને આવેલા પોઈ એ. એસ. પટેલની નિમણૂક કરવામાં આવી છે.

ક્રાઇમ બ્રાંચમાં મહિલા પીઆઇની નિમણૂકના કારણે મહિલાઓને સતાવતી સમસ્યાનું નિરાકરણ લાવવામાં સરળતા રહેશે. ખાસ કરીને સોશિયલ મીડિયામાં મહિલાઓને પરેશાન કરનારાઓ સામે પગલાં લેવાની ઘટનામાં આ નિમણૂક મદદરૂપ બનશે. તો કેટલાક કિસ્સામાં મહિલા ગુનેગારની પણ સંડોવણી હોય ત્યારે પણ મહિલા અધિકારીની હાજરીની જરૂર પડે એ સ્વાભાવિક છે. તેવા સંજોગોમાં આ નિમણૂક કામ આવશે. પોલીસ કમિશનર સતીશ શર્માએ કહ્યું હતું કે સુરતમાં પ્રથમ વખત મહિલા પોલીસ ઇન્સ્પેક્ટરની નિમણૂક ક્રાઇમ બ્રાંચમાં કરવામાં આવી છે.