મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને પોતાના ભારતીય સમકક્ષ નરેન્દ્ર મોદીને એક પત્ર લખીને કહ્યું છે કે, જમ્મૂ કશ્મીર મુદ્દા સહિત બંને દેશો વચ્ચે ચાલતા તમામ મુદ્દાઓનું સમાધાન કરવા માટે સાર્થક અને પરિણામ આપનારી વાતચિત માટે અનુકૂળ માહોલ બનાવવો જરૂરી છે. ખાને આ પત્ર પાકિસ્તાન દિવસના પ્રસંગે ગત સપ્તાહે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા તેમને મોકલવામાં આવેલી શુભેચ્છાઓના જવાબમાં લખવામાં આવ્યો છે.

પીએમ મોદીએ પોતાના પત્રમાં લખ્યું હતું કે પાકિસ્તાનના સાથે ભારત સૌહાર્દપૂર્ણ સંબંધોની અકાંક્ષા કરે છે, પરંતુ વિશ્વાસનું વાતાવરણ, આતંક અને વેર રહિત માહોલ તેના માટે અનિવાર્ય છે. પ્રધાનમંત્રીના પત્રના જવાબમાં ઈમરાન ખાને તેમને ધન્યવાદ કહ્યા અને કહ્યું કે પાકિસ્તાનના લોકો ભારત સહિત તમામ પડોસી દેશોના સાથે શાંતિપૂર્ણ સહયોગ સંબંધની અપેક્ષા કરે છે.


 

 

 

 

 

આતંક મુક્ત વાતાવરણ અંગે ખાને કહ્યું હતું કે કાશ્મીર જેવા તમામ પડતર પ્રશ્નો હલ થાય તો જ શાંતિ શક્ય છે. પાકિસ્તાનના વડાપ્રધાને 29 માર્ચે લખેલા પત્રમાં કહ્યું છે કે, "અમે સંમત છીએ કે દક્ષિણ એશિયામાં સ્થાયી શાંતિ અને સ્થિરતા, ખાસ કરીને જમ્મુ-કાશ્મીર વિવાદ જેવા ભારત અને પાકિસ્તાન વચ્ચેના તમામ બાકી રહેલા મુદ્દાઓના નિરાકરણ પર આધારિત છે." '

ખાને કહ્યું કે અર્થપૂર્ણ અને પરિણામ આપતી વાટાઘાટો માટે અનુકૂળ વાતાવરણ બનાવવું જરૂરી છે. તેમણે કોવિડ -19 સામેની લડતમાં ભારતના લોકોને શુભેચ્છાઓ પાઠવી હતી.

નોંધનીય છે કે તાજેતરમાં જ પાકિસ્તાનના વડા પ્રધાન અને સેના પ્રમુખ જનરલ કમર જાવેદ બાજવાએ ભારત તરફ શાંતિનો હાથ લંબાવતા કહ્યું હતું કે બંને પાડોશી દેશો ભૂતકાળને ભૂલીને આગળ વધવાનો સમય આવી ગયો છે.