મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી અને રાષ્ટ્રપતિની તસવીરોના દુરુપયોગ પર હવે છ મહિનાની કેદની સજા થઈ શકે છે. ખાનગી કંપનીઓની જાહેરાતોમાં વડાપ્રધાન મોદીની તસવીરોના ઉપયોગ કરવા પર સચેત થયેલી કેન્દ્ર સરકાર પ્રતિક તથા નામ (અનુચિત પ્રયોગ પ્રતિબંધ) કાયદો 1950માં પહેલીવાર સજાની જોગવાઈ લવાઈ રહી છે. સાથે જ, દંડની રકમને 1 હજાર ગણી વધારી પાંચ લાખ કરી દેવાશે.

ગ્રાહકોના મામલાને મંત્રાલયએ 7 દાયકા જુના કાયદામાં સંશોધનનો ડ્રાફ્ટ તૈયાર કરી લીધો છે. કાયદા મંત્રાલયએ તેના પર પોતાની સહમતી પણ આપી દીધી છે. સાર્વજનીક મંતવ્ય લીધા પચી ડ્રાફ્ટને કેન્દ્રીય કેબિનેટ પાસે મોકલવામાં આવશે. સરકારના પ્રયત્નો આ કાયદાને સંસદના શિયાળુ સત્રમાં જ પસાર કરી દેવાની રહેશે.

ખરેખર, હાલના વર્ષોમાં વડાપ્રધાન મોદીની તસવીરોથી જાહેરાતોમાં ઉપયોગને લઈને વિવાદ ઊભો થયો હતો. ત્યારે સરકારે જાહેરાતોમાં વડાપ્રધાનની તસવીર વાળી દેશની મોટી બે કંપનીઓ પર કાર્યવાહી કરી હતી. પરંતુ નામ માત્રના આર્થિક દંડનો પ્રભાવ ન થતાં કાયદામાં બદલાવ કરવાની તૈયારીઓ કરાઈ હતી.

પહેલીવાર ઉલ્લંઘન કરનાર પર દંડની રકમ 1 લાખ રૂપિયા કરવામાં આવી છે. એક વારથી વધુ વખત આમ કરવા પર 5 લાખ રુપિયા સુધી દંડની જોગવાઈ છે. કાયદાનું વારંવાર ઉલ્લંઘન કરવાર કરનાર પર 3થી 6 મહિના સુધી કેદ થઈ શકે છે.

પ્રતીક તથા નામ કાયદો પ્રધાનમંત્રી અને રાષ્ટ્રપતિ જેવા પદો પર બેસેલી વ્યક્તિઓની પ્રતિષ્ઠા સાથે રાષ્ટ્રીય પ્રતીકો અને ઐતિહાસિક મહત્વની વસ્તુઓના સંરક્ષક છે. આ કાયદાનો હેતુ તેનો વ્યવસાયીક ઉપયોગ કરવાથી રોકવાનો છે.